News Portal...

Breaking News :

યુકેમાં કાયમી વસવાટ માટેની સમય મર્યાદા 5 વર્ષથી વધારી 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ

2025-11-21 09:51:15
યુકેમાં કાયમી વસવાટ માટેની સમય મર્યાદા 5 વર્ષથી વધારી 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ


લંડન : યુકેમાં સરકારે ત્યાં કાયમી ધોરણે વસવાટ માટેની સમયમર્યાદા હાલના પાંચ વર્ષથી વધારી બમણી એટલે કે 10 વર્ષ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 


આમ યુકેમાં કાયમી વસવાટનો અધિકાર પાંચ વર્ષે મળતો હતો તે દસ વર્ષે મળશે. તેના કારણે ખાસ કરીને યુકેમાં રહેતા ભારતીયોને ફટકો પડશે જે ત્યાં ઇન્ડિફિનિટ લીવ ટુ રિમેઇન (આઇએલઆર)માં પાંચ વર્ષ પૂરા કરવાની રાહ જોઈ રહ્યા છે.ગૃહપ્રધાન શબાના મહેમૂદે હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે યુકેમાં સેટલ થવુ તે અધિકાર નથી, પરંતુ વિશેષાધિકાર છે. હાલમાં પાંચ વર્ષમાં ઓટોમેટિક આઇએલઆરના નિયમમાં મોટાભાગના અરજદાર માટે આ સમયમર્યાદા બમણી કરી દેવામાં આવી છે. આ ફેરફાર હેઠળ લો પેઇડ વર્કરોએ આઇએલઆર માટે 15વર્ષ સુધી રાહ જોવી પડશે. જ્યારે કરદાતાના ફંડિંગવાળા પ્રોજેક્ટમાંથી ભંડોળ મેળવનારા માઇગ્રન્ટ્સે તેમના સેટલ્ડ સ્ટેટસને સક્રિય કરવા 20 વર્ષ રાહ જોવી પડશે. જ્યારે ગેરકાયદે વસાહતી માટે આ સમયમર્યાદા 30 વર્ષની છે. 


આ ઉપરાંત સિસ્ટમનો દૂરુપયોગ કરનારા ઇમિગ્રન્ટ્સ પર પેનલ્ટી પણ લાગશે. બીજી બાજુએ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) અને ઊંચી આવક ધરાવતા ઉદ્યોગસાહસિકો પાંચ વર્ષ કે તેથી પણ ઓછા સમયમાં યુકેના નાગરિક બની શકે છે. તેણે જણાવ્યું હતું કે આ સિસ્ટમ હાલની તૂટી ગયેલું ઇમિગ્રેશન સિસ્ટમનું સ્થાન લેશે. મહેમૂદનું કુટુંબ પોતે કાશ્મીરી છે અને 60 થી 70ના દાયકામાં યુકે જઈ સ્થાયી થયુ હતુ. તેણે જણાવ્યું હતું કે ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન યુકેમાં કુલ 26 લાખ લોકો આવ્યા. છેલ્લા ચાર વર્ષમાં આ વર્ષમાં આવેલા દર 30 વ્યક્તિમાં ચાર જ અહીંના છે, બાકીના બહારના છે.આ ફેરફારો યુકેમાં કાયમી વસવાટ માટેની રાહ જોઈ રહેલા અને ૨૦૨૧થી આવેલા ૨૦ લાખ લોકોને પણ લાગુ પડશે.

Reporter: admin

Related Post