News Portal...

Breaking News :

પાક. નેતા અનવર- ઉલ-હકે વિધાનસભામાં કહ્યું- અમારા જવાનોએ કરી બતાવ્યું

2025-11-20 15:55:26
પાક. નેતા અનવર- ઉલ-હકે  વિધાનસભામાં કહ્યું- અમારા જવાનોએ કરી બતાવ્યું


દિલ્હી :  PoK વિધાનસભામાં બોલતા અનવર- ઉલ-હકે કહ્યું કે, 'જો ભારત બલુચિસ્તાનમાં હિંસા ફેલાવશે, તો પાકિસ્તાન દિલ્હીના લાલ કિલ્લાથી લઈને કાશ્મીરના જંગલો સુધી જવાબ આપશે. 


અલ્લાહની મહેરબાનીથી અમે આ કરી બતાવ્યું છે અને અમારા બહાદુર લોકોએ જ તેને અંજામ આપ્યો છે.'અનવર-ઉલ-હકના દાવા પર પાકિસ્તાન સરકારે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, આ દરમિયાન પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું છે કે, 'ભારત સાથેના મોટા પાયે યુદ્ધની શક્યતાને નકારી શકાતી નથી'. તણાવ વધી રહ્યો હોવાથી, પાકિસ્તાને એવું પણ જાહેર કર્યું છે કે તેની સેનાને સંપૂર્ણપણે ઍલર્ટ પર મૂકવામાં આવી છે.


ભારતીય ગુપ્તચર એજન્સીઓની તપાસના તારણો અનુસાર, લાલ કિલ્લા નજીક બ્લાસ્ટ થયેલી કાર પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્કની યોજનાનો સીધો ભાગ હતી. આ કાવતરાનું સંચાલન જૈશ-એ-મોહમ્મદના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હ્યુન્ડાઇ i20 કારમાં એમોનિયમ નાઇટ્રેટ આધારિત વિસ્ફોટક ભરવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post