વડોદરા : જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ એરેસ્ટમાં ફસાયેલા ખેડૂતે આપઘાત કરી લીધાની રાજ્યની પહેલી ઘટના સામે આવી છે.
કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યાર બાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા.શંકા જતાં ફોનમાં આવેલા નંબર પર પરિવારજનોએ સંપર્ક કર્યો સતત દબાણ અને ભયને કારણે અતુલભાઈએ સોમવારે(17 નવેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(ATS)નો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ કાયાવરોહણ ગામમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.ભત્રીજો મૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે હું કાયાવરોહણ ગામમાં રહું છું. અમારા કાકા આજે અમારી વચ્ચે નથી રહ્યા, તેઓ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા.
અમારા લાખ પૂછવા છતાંય તેમણે કોઈને કશું કીધું નહોતું. તેમના મિત્રોએ પણ બહુ પૂછ્યું, તેમને પણ કશું ના કીધું. પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણએને દવા પી લીધી હતી, જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. મારા કાકાએ જે પ્રકારે આત્મહત્યા કરી છે એ પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, એવી લોકોને હું અપીલ કરું છું.ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતા સાયબર ઠગો દર 5 મિનિટે કોલ કરતા, ઘરની બહાર નીકળતા નહીં, કહીને ધમકાવતા હતા, જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વ્હોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો.પોલીસ આવા લોકો સામે કડકથી કડક એક્શન લે તેમમે ઉમેર્યું હતું કે અમે પોલીસ સ્ટેશન જવાના છીએ અને FIR કરવાના છીએ. એના બદલે અમારી એવી માગ છે કે પોલીસ આવા લોકો સામે કડકથી કડક એક્શન લે, એટલી જ અમારી માગણી છે. મારા કાકાના મોબાઇલમાં આવેલા વીડિયો કોલ્સ મળ્યા છે અને એના વ્હોટ્સએપ પર એવું ચિહ્ન છે કે બે ઝંડા છે અને વચ્ચે 3C વાળું ચિહ્ન છે. બસ, એનાથી વિશેષ અમને ચેટમાંથી કશું મળ્યું નથી.
Reporter: admin







