જુનાગઢ: મેંદરડા તાલુકાના ચાંદ્રાવાડી ગામ નજીક રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. અહીં પસાર થતી એક કાર ચાલકના કાબૂ બહાર જઈ પલટી મારીને સીધી રસ્તાની બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં બે યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ મિત્રોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર બગસરા તાલુકાના હડાળા ગામના વતની કિશન લખમણભાઈ કાવાણી અને માંગરોળ તાલુકાના ચંદવાણા ગામના મહિપાલ અશોકભાઈ કુબાવત તથા તેમના અન્ય ત્રણ મિત્રો રવિવારે કાર લઈને નીકળ્યા હતા. આ પાંચેય મિત્રો ગઢાળીથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા.તેઓ ચાંદ્રાવાડી ગામ નજીક પહોંચ્યા ત્યારે અચાનક જ કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
કારની ગતિમાં અચાનક બ્રેક મારતા કાર પલટી મારી ગઈ હતી અને રસ્તાની બાજુમાં આવેલા નાનકડા તળાવમાં જઈને ખાબકી હતી. પાણીમાં ડૂબી જવાને કારણે અને ગંભીર ઈજાઓને લીધે કિશન કાવાણી અને મહિપાલ કુબાવતનું કરૂણ મોત નીપજ્યું હતું.
Reporter: admin







