7 મહિનાથી નાસતા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા.
વડોદરાની ઠગ ટોળકીએ ખોટા નામ ધારણ કરીને મુંબઇ પાસેના મિરા રોડ ખાતે ફલેટ તેમનો હોવાનું ખોટી રીતે જણાવી ફલેટ વેચવાના બહાને 34 લાખ રૂપિયાથી વધુ રકમ ફરીયાદી પાસેથી પડાવી લઇ ઠગાઇ કરવાના ગુનામાં 7 મહિનાથી નાસતા ફરતા વડોદરાના બે આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે .
આ બંને ઠગ સામે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહીતી આધારે શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા બે શંકાસ્પદ શખ્સ શાહનવાઝ ઉર્ફે શાહુ મહેબુબ યુસુફ શેખ (ઉ.42), (રહે.ખુશ્બુનગર, તાંદલજા વડોદરા) અને સાકીર અહેમદ સિંધી (ઉ.30), (રહે.પત્રકાર કોલોની, તાંદલજા, વડોદરા) ની ધરપકડ કરી હતી. બંનેની પુછપરછ કરતાં વર્ષ 2024માં આ બન્નેએ ખોટા નામ આધારે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે બંને સામે મહારાષ્ટ્રના ઠાણે જીલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં ગુનો નોંધાયો હતો અને આ બન્ને ત્યારબાદ નાસતા ફરતા જણાતા બન્નેની અટકાયત કરીને મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને વધુ તપાસ માટે તેમને સોંપ્યા છે.
ફરિયાદ મુજબ મુંબઇ બાંન્દ્રા ખાતે ફરીયાદીને ફેસબુકમાં રૂમો બતાવીને રૂમ ખરીદ કરવા માટે મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવા માટેની આપેલ જાહેરાત જોવામાં આવતા ફરીયાદીએ સંપર્ક કર્યો હતો. આરોપીઓએ તેઓની મિરા રોડ પર આવેલ ભુમી કન્સલ્ટન્સીની ઓફીસ આવવા કહેતા ફરીયાદી તેમની ઓફીસે ગયા હતા. આરોપીઓ ટોળકીના હાલ પકડાયેલ આરોપી શાહનવાઝે પોતાનુ ખોટુ નામ ભગવાનજી મિશ્રા અને આરોપી સાકીર પોતાનુ ખોટું નામ મોઇઝ સબ્બીર મંસુરવાલા ધારણ કરી ઓસ્તવાલ ઓરીજન બિલ્ડીંગમાં આવ્યા હતાં.બંને આરોપીઓએ પોતાના એક-એક ફલેટ વેચવાનુ કહેતા બન્ને ફલેટની કિંમત 65 લાખ રૂપિયા નક્કી થઈ હતી. જેથી ફરીયાદીએ આરોપીઓને 34 લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ મકાનોના રજીસ્ટર કરવા અંગે કહેતા આરોપીઓએ વાયદાઓ કરી મકાન નામે નહી કરીને ફરાર થઇ ગયા હતાં. બંને છેલ્લા 7 મહિનાથી ફરાર હતા.
Reporter: admin