News Portal...

Breaking News :

ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોનાં મોત

2025-11-20 11:45:27
ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોનાં મોત


વડોદરા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોનાં મોત થયાં છે, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે.ગઇકાલે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં 2 મજૂરનાં મોત થયાં હતાં. 


પાદરાના સરસવણી ગામ નજીક હાઇવે સમારકામની કામગીરી દરમિયાન કારચાલક ડોક્ટરે બે મજૂરને અડફેટે લેતાં મોત થયાં હતાં. કુલ 5 મજૂર કામ કરતા હતા, જેમાંથી 3નો આબાદ બચાવ થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ જતી કારે અચાનક નિયંત્રણ ગુમાવી મજૂરોને અડફેટે લીધા હતા.

Reporter: admin

Related Post