બાલાસિનોર : બાલાસિનોર પાસેના વણાંકબોરી ડેમમાં મહુધાના બે વ્યક્તિઓ ડૂબ્યા હતા. ત્યારે તરવૈયાઓએ એકનો મૃતદેહ બહાર કાઠયો હતો. બીજા વ્યક્તિની શોધખોળ હજૂ ચાલુ છે. ઈદ બાદ મહુધા અને કપડવંજના મુસ્લિમ બિરાદરો ફરવા માટે આવ્યા હતા ત્યારે કરૂણાંતિક બનતા ગમગીનિ ફેલાઈ ગઈ હતી.
ઈદ બાદ ફરવા માટે મહુધા અને કપડવંજના લોકો વણાંકબોરી ડેમ ખાતે આજે ઉમટી પડયા હતા. ત્યારે મહુધાના પરિવાર સાથે મલેક સલમાનમિયા સલીમમિયા રહે. ફિણાવ ભાગોળ, ખાડિયાપર, મહુધા તથા મહંમદ હસ્સાન રઝા અખ્તરહુસેન મલેક રહે. ફિણાવ ભાગોળ, દૂધી ફળિયું મહુધા પણ વણાકબોરી ડેમ ખાતે ફરવા ગયા હતા. ત્યારે આ બંને વ્યક્તિઓ ડેમમાં અગમ્ય કારણોસર ડૂબી ગયા હતા.
ડેમમાં બે મુસ્લિમ બિરાદરો ડૂબ્યા હોવાની જાણ થતા સ્થાનિક ફરવા આવેલાઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. બાલાસિનોર પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ સાથે બોટ પણ ઘટના સ્થળે લવાઈ હતી. તરવૈયા અને બોટની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. ત્યારે સલમાનમિયા સલીમમિયા મલેક (રહે. ફિણાવ ભાગળો, ખાડિયાપર, મહુધા)નો મૃતદેહ તરવૈયાઓએ બહાર કાઠયો હતો. બીજા વ્યક્તિની શોધખોળ હજૂ ચાલુ છે.
Reporter: admin







