મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી તથા પૂ.નૌત્તમપ્રકાશદાસજીસ્વામીએ પ્રોફેસરનું અભિવાદન કર્યું

વડતાલ : ઇન્ડોનેશીયા બાલી સ્ટેટના સંસ્કૃતના પ્રોફેસર IDA RSI PUTRA MANUABA સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામની મુલાકેતા પધાર્યા હતા. જયાં વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીએ તેઓનું ફુલહારથી સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. મુખ્ય કોઠારી સંતસ્વામી તથા પૂ.નૌતમસ્વામીએ સંસ્કૃતના પ્રોફેસરને વડતાલ ધામનો મહિમા જણાવતા તેઓ ભાવવિભોર થઇ ગયા હતા. પ્રોફેસર તથા તેમની સાથે આવેલ શિષ્યોએ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

તેઓએ સમગ્ર મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. સાથે સાથે તેઓએ વડતાલ સ્વા.મંદિર દ્વારા નિ:શુલ્ક ચાલતી સ્વામિનારાયણ જનરલ હોસ્પીટલની પણ મુલાકાત લીધી હતી. અને ગોમતી કિનારે રૂા. ૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષરભુવનની મુલાકાત લઇ રાજીના રેડ થઇ ગયા હતા. સંસ્કૃતના પ્રોફેસર પદ્યશ્રી છે અને ભારત સરકાર દ્વારા સન્માનિત છે. બાલીના પ્રજાજનો ૫૦૦૦ વર્ષ જુના હિન્દુધર્મને અનુસરનારી પ્રજા છે. ત્યાં દરરોજ ત્રણ વખત સવાર-બપોર અને સાંજે બધા યજ્ઞ કરતા હોય છે. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શંકર) આદિ ભગવાનના અવતારો પ્રત્યે ભારે આદર અને શ્રધ્ધા ધરાવે છે. બાલીના નાગરિકો ભગવાન જગન્નાથજી, ભગવાન શીવ, ભગવાન બ્રહ્માજી ચિરંજીવી માર્કંડેય આદિક ઋષિમુનીઓની પૂજા અને ભક્તિ હિન્દુ પ્રજા ભક્તિ અને શ્રધ્ધા પૂર્વક કરે છે. પ્રોફેસર MANUBH બાલીમાં આશ્રમમાં રહી સંસ્કૃત ભાષાનું સંવર્ધન કરી રહ્યા છે. તેઓએ વડતાલ ધામનો મહિમા જાણી ખૂબજ ભાવવિભોર થયા હતા. અને વડતાલના મુખ્ય કોઠારી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજી સ્વામીને બાલી મુલાકાત માટે આવવા ભાવથી આમંત્રણ પાઠવ્યું હતું.

Reporter: admin