News Portal...

Breaking News :

મહારાષ્ટ્રમાં ખાનગી બસ,એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે ભીષણ અકસ્માતમાં 5 જેટલાં લોકોના મૃત્યુ

2025-04-02 11:02:47
મહારાષ્ટ્રમાં ખાનગી બસ,એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે ભીષણ અકસ્માતમાં 5 જેટલાં લોકોના મૃત્યુ


શેગાંવ : મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘટના સ્થળે જ લગભગ 5 જેટલાં લોકો મૃત્યુ પામી ગયા છે. 



મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ આ અકસ્માતમાં લપેટાઈ ગઈ હતી. ભયાનક અકસ્માતમાં 5 લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા. જોકે 24 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે.

Reporter: admin

Related Post