એલસીબી અને જુગારીયાઓ વચ્ચે પકડા પકડી,કોર્ડન કરી પકડવા જતા નાસભાગમાં મહિલા સહિત ત્રણ ફરાર બે પકડાયા

વડોદરા : ધાવટ ગામે નવીનગરીમાં દુર્ગા માતાજીના મંદિરના ઓટલા પર સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમાડી રહ્યા છે.જેને આધારે LCBએ જગ્યાની થોડે દુર પહોંચી તપાસ કરતા ચાર પુરુષ એક મહિલા મળી પાંચ ઈસમો જુગાર રમી રહ્યા હતા.
જેઓને કોર્ડન કરી પકડવા જતા નાસભાગ થઈ હતી.જેમાં બે ઈસમો પકડાઈ ગયા હતા.જ્યારે મહિલા સહિત અન્ય ઈસમો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.
Reporter: admin







