કાકચિંગ: જાતિગત હિંસાથી સળગી રહેલા પૂર્વોત્તર રાજ્ય મણિપુરના કાકચિંગ જિલ્લામાં શનિવારે હુમલાખોરોએ બિહારના બે પ્રવાસી શ્રમિકોની ગોળી મારીને હત્યા કરી દીધી.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના સાંજે અંદાજિત 5:20 કલાકે કાકચિંગ-વાબાગઈ રોડ પર કેઇરાકમાં પંચાયત કાર્યાલયની પાસે બની.મૃતકોની ઓળખ બિહારના ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના 18 વર્ષીય સુનાલાલ કુમાર અને 17 વર્ષીય દશરથ કુમાર તરીકે કરાઈ.
બંને નિર્માણ શ્રમિક હતા અને મૈતેયીના પ્રભુત્વવાળા કાકચિંગમાં ભાડાના મકાનમાં રહેતા હતા. આ પહેલા મે મહિનામાં ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઝારખંડના ત્રણ શ્રમિકોના ઘરની બહાર કાઢીને ગોળીઓ મારી હતી. જેમાંથી બે શ્રમિકના મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
Reporter: admin