News Portal...

Breaking News :

બે શખ્સો ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી ડ્રોવરમાંથી 1,93,239ની કિંમતની 3 ઢાળકી ચોરી કરી રફુચક્કર

2025-03-27 16:26:39
બે શખ્સો ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી ડ્રોવરમાંથી 1,93,239ની કિંમતની 3 ઢાળકી ચોરી કરી રફુચક્કર


વડોદરા : શહેરના ખોડીયાર નગર ત્રણ રસ્તા પાસે આવેલ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં બે અજાણ્યા ગઠિયા વેપારીની નજર ચૂકવી દુકાનના ડ્રોવરમાંથી  1,93,239ની કિંમતની 3 ઢાળકી ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે.



શહેરના ન્યુ વીઆઈપી રોડ ખોડીયાર નગર ત્રણ રસ્તા પાસેના ઉપવન હેરિટેજ ખાતે હરિહર જ્વેલર્સના નામે દિપ્ત સોની દુકાન ધરાવે છે. ગત 17 માર્ચના રોજ બપોરના સમયે તેઓ દુકાન પર હાજર હતા તે સમયે બે શખ્સો ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશ્યા હતા. અને ઘરેણા ખરીદવાનો ઢોંગ કરી રૂ.500ના છુટ્ટા માંગ્યા હતા. જેથી વેપારી તિજોરીમાંથી દુકાનના સોનાના દાગીના તથા રૂપિયાની થેલી લઈ આવી છુટ્ટા આપ્યા હતા. 


આ દરમ્યાન વેપારીને વાતોમાં ઉલજાવી તે પૈકીના એક શખ્સે  નજર ચૂકવી થેલી લઈ લીધી હતી. તે થેલીમાં રૂ. 1,93,239ની કિંમતની 3 ઢાળકી (સોનુ પ્રવાહી )હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે હરણી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બીએનએસ 305 (એ),54 હેઠળ ગુનો નોધી તેમની શોધખોળ હાથ ધરી છે.

Reporter: admin

Related Post