વડોદરા : વડસરની હરીનગર સોસાયટીમાં રહેતા વકીલ રૂપ નારાયણ શર્માએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં અને મારા પિતાએ કોર્ટમાં સંજય સોલંકી વિરુદ્ધ કેસ કર્યો હતો.
આ કેસની ગઈકાલે મુદત હતી અને મારી સાક્ષી હતી પરંતુ કેસની કાર્યવાહી ચાલી ન હતી અને બીજી મુદત પડતા હું બપોરે 03:30 વાગે કોર્ટમાંથી મારી કાર લઈ ઘરે જવા નીકળ્યો હતો તે દરમિયાન સંજય સોલંકી તેના બાઈક પર મારો પીછો કરતો હતો અને અક્ષર ચોકથી આગળ બ્રિજ પર જતા સમયે સંજય તેની બાઈક મારી કારની બાજુમાં લાવી કારના દરવાજા પર જોર જોરથી હાથ પછાડવા લાગ્યો હતો અને મને ગાળો બોલી ગાડી ઉભી રાખવા ઈશારો કર્યો હતો.
સંજયએ તેની બાઈક મારા કારની આગળ આડી કરી દીધી હતી. સંજય સોલંકીએ મારી કારનો દરવાજો ખોલી કારમાં તોડફોડ કરી હતી. તેમજ પાણીની સ્ટીલની બોટલથી મારા પર હુમલો કર્યો હતો અને ધમકી આપી હતી કે તમે અમારા સામે જે કેસ કર્યો છે તે કેસમાં સમાધાન કરી લે નહીં તો જાનથી મારી નાખીશ મારી ડેરિંગ જોઈ લે મેં તારો પીછો કરી તને રોકી તારા પર હુમલો કર્યો છે ત્યારબાદ સંજય સોલંકી ત્યાંથી જતો રહ્યો હતો.
Reporter: admin