News Portal...

Breaking News :

સાકરદા પાસે ગમખ્વાર અકસ્માત બેના મોત

2024-04-26 13:02:22
સાકરદા પાસે ગમખ્વાર અકસ્માત બેના મોત

 વડોદરા નજીક આવેલ સાકરદા ગામ નજીક આઇશર અને ટ્રક અથડાતા ભારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેના પગલે હાહાકાર મચી ગયો છે. ઘટના સ્થળે દસ જેટલી ૧૦૮ એમ્બયુલન્સ પહોંચી ગઇ હતી ઘાયલો ને ફટાફટ સયાજી હોસ્પીટલ સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા. હાલ તમામ ઘાયલો ની સારવાર ચાલી રહી છે ટ્રોમાં સેન્ટર મા ડોકટરો ની ટીમ ખડે પગે હાજર છે. અંદાજે વડોદરા સયાજી હોસ્પીટલ મા ૩૦ જેટલાં ઘાયલો ને લાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે. આઇશર ટેમ્પો મા સવાર તમામ લોકો મોસાળા મા જતા હતા અને આ ગમખવાર અકસ્માત સર્જાયો છે. હાલ બે ના મોત થયા ના સમાચાર સામે આવ્યા છે. હોસ્પિટલ મા ઘાયલ દર્દી ઓ ના સગાસબંઘી દોડી આવ્યા હતા. જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ડ્રાયવર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.જેના પગલે હાહાકાર મચી ગયો છે. ઘટના સ્થળે દસ જેટલી ૧૦૮ એમ્બયુલન્સ પહોંચી ગઇ હતી ઘાયલો ને ફટાફટ સયાજી હોસ્પીટલ સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા. હાલ તમામ ઘાયલો ની સારવાર ચાલી રહી છે ટ્રોમાં સેન્ટર મા ડોકટરો ની ટીમ ખડે પગે હાજર છે. અંદાજે વડોદરા સયાજી હોસ્પીટલ મા ૩૦ જેટલાં ઘાયલો ને લાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે. આઇશર ટેમ્પો મા સવાર તમામ લોકો લગ્ન પ્રસંગ મા જતા હતા અને આ ગમખવાર અકસ્માત સર્જાયો છે.

હાલ કોઈ જાનહાની ના સમાચાર નથી હોસ્પિટલ મા ઘાયલ દર્દી ઓ ના સગાસબંઘી દોડી આવ્યા હતા. જેથી પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. ડ્રાયવર ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.મળેલી માહિતી પ્રમાણે, હાલ લગ્નસરાની મોસમ ચાલી રહી છે, ત્યારે 50 જેટલાં કુટુંબીજનો ટેમ્પોમાં મોસાળું લઈને જઈ રહ્યા હતા. દરમિયાન સાકરદા અને મોકસી ગામની વચ્ચે ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાતા રોડ ઉપર મરણચીસો ગુંજી ઉઠી હતી. આ અકસ્માતમાં 2થી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે 25 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.આ અકસ્માતની જાણ સાકરદા અને મોક્ષની ગામના લોકોને થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉંમટી પડ્યા હતા. ઉપરાંત અનેક લોકો ઈજા પામ્યા હોવાથી 10થી 12 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રરસ્તો અને તુરત જ નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળ ઉપર 2થી વધુ લોકોના મોત નીપજ્યાં હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.આજે સવારે બનેલા અકસ્માતના બનાવે વિસ્તારમાં હાહાકાર મચાવી મૂક્યો હતો. મોસાળુ લઈને જઈ રહેલા પરિવારજનોનો ઉત્સાહ માતમમાં ફેરવાઇ ગયો હતો. અકસ્માત સ્થળે રોડ ઉપર ઇજાગ્રસ્તો લોહીથી લથપથ થઈને પડ્યા હતા. જોકે, સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્તોને તુરત જ હોસ્પિટલ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Reporter: News Plus

Related Post