વડોદરા :આ કામના ફરીયાદીને નાંદ ગ્રામ પંચાયતના કામનો કોન્ટ્રાક્ટ મળતા તે કામ પુર્ણ કરી તે કામના બિલો મંજુર થઇ આવેલા જેમા તલાટી કમ મંત્રીની સહીઓ થઈ ગયેલ હતી
આરોપી રતિલાલભાઈ વિઠ્ઠલભાઈ વસાવા, હોદ્દો: સરપંચની સહીઓ બાકી હતી જે સહી કરાવવા સારુ આ કામના ફરીયાદી પાસે અવાર-નવાર આરોપી સરપંચ નાઓને રૂબરૂ મળેલ અને સહી કરવા જણાવતા ફરીયાદીના ચેક પર સહી ન કરી ફરીયાદી પાસે ચેકમાં સહી કરવાના રૂ.૨૨,૦૦૦ની લાંચની માંગણી કરેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતા ટ્રેપ દરમિયાન બીજા આરોપી લખુભાઈ છોટુભાઈ વસાવા, ઉ.વ.૪૯, (ખાનગી માણસ)એ આરોપી સરપંચ વતી તેઓની હાજરીમાં લાંચના ૨૨,૦૦૦ની માંગણી કરીઅને સ્વીકારી બન્ને આરોપી પકડાઈ જઈ ગુનો કર્યો હતો.
Reporter: admin