News Portal...

Breaking News :

બરાનપુરામાં ગેરકાયદેસર ચાલતા બે ઢોરવાડા સીલ, 6 ઢોરવાડાના સંચાલકોને દંડ ફટકારાયો

2025-07-04 10:35:11
બરાનપુરામાં ગેરકાયદેસર ચાલતા બે ઢોરવાડા સીલ, 6 ઢોરવાડાના સંચાલકોને દંડ ફટકારાયો


વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા સામે આજે સપાટો બોલાવ્યો હતો. બરાનપુરામાં ગેરકાયદેસર ઢોરવાડા બનાવી પશુઓ ખરીદ-વેચાણ કરતા બે ઢોરવાડા સીલ કરવામાં આવ્યા હતા. 


ઉપરાંત નવાપુરામાં લાઇસન્સ વગર ઢોરવાડો ચલાવતા માલિકને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુની સુચનાથી માર્કેટ સુપ્રીટેન્ડન્ટ ડો. વિજય પંચાલની આગેવાનીમાં આજે ગેરકાયદે ઢોરવાડા મામલે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. બરાનપુરા ચુનારાવાસમાં રવિ શંકરભાઇ ચુનારા અને રાકેશ રાજેશભાઇ સોનારાના ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા સીલ કરવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર ઢોરવાડામાં પશુઓની લે-વેચ થતી હોવાથી ઢોરવાડા સીલ કરવામાં આવ્યા હતા. 


આ ઉપરાંત નવાપુરા વોર્ડ નંબર 13ના હદ વિસ્તારમાં આવેલા અનઅધિકૃત 6 ઢોરવાડાને નોટિસ આપી રૂપિયા 40,000 દંડ ફટકારવામાં આવ્યો હતો અને એક પશુ કબજે કરવામાં આવ્યું હતું. દંડ ફટકારવામાં આવેલા પશુપાલકોમાં વિહાભાઇ સોમાભાઈ રબારી, કનુભાઈ ખોડાભાઈ રબારી, દિનેશભાઈ ખોડાભાઈ રબારી, લાલાભાઇ ખોડાભાઈ રબારી, હર્ષદભાઈ મહેશભાઈ રબારી અને ગોવિંદભાઈ કાલીદાસ રબારીનો સમાવેશ થાય છે. માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે, ઢોરવાડાના લાઇસન્સ અંગે અમે વારંવાર માલિકને નોટિસ આપી હતી. તેમ છતાં તેણે નોટિસને અવગણીને ઢોરવાડાનું લાઇસન્સ લેવાની પ્રક્રિયા કરી ન હતી. દરમિયાન આજે તેના ઢોરવાડાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Reporter: admin

Related Post