શહેરમાં નજીવા વરસાદમાં અનેક રોડ ધોવાઈ ગયા અને ખાડા પડતા રાજ્યમાં વડોદરાની ભારે બદનામી થઈ છે. ત્યારે મોડા જાગેલા પાલિકા તંત્રે કાર્યવાહી કરી છે. મંગળવારે મ્યુનિ. કમિશનરે બેઠકમાં અધિકારીઓ સામે કાર્યવાહીની સૂચના આપી હતી. જેમાં રોડ પ્રોજેક્ટના 2 અને વિવિધ વોર્ડના 6 ઇજનેર મળીને 9 ઇજનેરને શોકોઝ નોટિસ અપાઈ છે.વડોદરામાં વરસાદમાં ઠેર ઠેર ખાડા પડતાં નાગરિકોમાં ભારે નારાજગી છે. નાગરિકો અને વિપક્ષે વડોદરાને ખાડોદરા નામ અપાતા તંત્રની ભારે બદનામી થઈ છે. ત્યારે હવે કાર્યવાહીનો કોરડો વિંઝાયો છે.મંગળવારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માત્ર શહેરના ખાડા-ખાબોચિયા અને રોડ ધોવાઈ જવા બાબતે ચર્ચા કરી મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો હતો કે, અલગ અલગ વિભાગ પર ખાડાનું પુરાણ કરવાનું થોપવાની જગ્યાએ પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરો.મ્યુનિસિપલ કમિશનરે ફાયર બ્રિગેડ વોર્ડ અને ઝોનના રિપોર્ટ અને સીસીટીવીના ડેટાનો રીવ્યુ કર્યો હતો. બાદમાં પ્રોજેક્ટ વિભાગના નાકાઈ ભાર્ગવ પંડિતને નોટિસ ફટકરાઈ છે. ચિરાગ પટેલને બે રોડ માટે બે નોટિસ જ્યારે વોર્ડ 1, 3, 5, 6, 14, 17ના નાકાઇને નોટિસ ફટકારી ખુલાસો પુછાયો છે.
ક્યાં અધિકારીઓને નોટિસ અપાઈ...
રોડ પ્રોજેક્ટ વિભાગના ના.કાઇ. ઇજનેર ભાર્ગવ પંડિત, રોડ પ્રોજેક્ટના એડી. આસી ઇજનેર ચિરાગ પટેલને 2 નોટિસ, ના કાઇ. રોડ પ્રોજેક્ટ વોર્ડ નંબર 1ના નૈષધ શાહ , વોર્ડ નંબર 3 ના ના કાઇ. પાર્થગીર ગોસ્વામી, વોર્ડ નંબર 5ના ના કાઇ.હેમંત મિસ્ત્રી, વોર્ડ નંબર 6 ના ના કાઇ. વિવેક પટેલ, તથા વોર્ડ નંબર 14 ના ના કાઇ. મૌલેશ ચૌહાણ તથા વોર્ડ નંબર 17ના ના કાઇ. કૃણાલ શાહને નોટિસ ફટકારાઇ છે.
Reporter: admin







