ગોધરા: કંકુથાભલા પાસે ગુરુવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ખાનગી લક્ઝરી બસો વચ્ચે થયેલા આ અકસ્માતમાં બે મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત રાજકોટથી મધ્યપ્રદેશ જઈ રહેલી એક લક્ઝરી બસ અને દાહોદ તરફથી આવી રહેલી અન્ય એક ખાનગી બસ વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બે મુસાફર મહિલાના ઘટનાસ્થળે જ જીવ ગયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં અન્ય 15 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને મોડી રાત્રે તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા ૫ મુસાફરોને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
Reporter: admin







