આચાર્ય બુધવારથી ઘટના બાદ શાળામાં ફરક્યા જ નહીં અને ફોન પર વિધ્યાર્થીના પિતા પાસે માફી માંગી
સમગ્ર મામલે ગોત્રી જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલમા બાળકીના ચેક અપ, સારવાર કરવામાં આવી છે
બાજવા ની એક પ્રાથમિક શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ગત તા. 15-10-2025 ના રોજ રીસેસ પૂરી થયા બાદ ક્લાસમાં મોડી પડી હતી તેની સાથે અન્ય વિધ્યાર્થીનીઓ પણ મોડી પડી હતી આ મામલે શાળાના આચાર્ય દ્વારા વિધ્યાર્થીનીને મારતાં તેના કાનના પડદા ને ઇજા પહોંચી હતી. વિધ્યાર્થિની ડરી ગઈ હતી સાથે જ તેને કાનમાં દુખાવો હોય તેને ગોત્રી જી.એમ.ઇ.આર.એસ. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં હોસ્પિટલ પ્રસાશન દ્વારા તેણીની સારવાર કરી પોલીસને જાણ કરવામાં આવી હતી.છેલ્લા કેટલાક સમયથી શાળાઓમાં અલગ અલગ વિવાદ સામે આવી રહ્યાં છે ત્યારે વધુ એક શાળાનો વિવાદ સામે આવ્યો છે જેમાં બાજવા ખાતે આવેલ મહિરેવા આદર્શ વિદ્યાલયમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી એક વિધ્યાર્થીની ગત તા. 15-10-2025 ના રોજ શાળાની રિસેશ દરમિયાન વર્ગખંડમાં મોડી પડી હતી તેની સાથે અન્ય પાંચ થી છ વિદ્યાર્થિનીઓ પણ મોડી પડી હતી જેમાં સૌથી આગળ આ ધોરણ 9-બ ની વિદ્યાર્થીનીને શાળાના આચાર્ય નિલેશ પટેલ દ્વારા મોડા પડવાનું કારણ પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં વિધ્યાર્થીનીએ પોતે એકલા મોડી નથી તેની સાથે અન્ય વિધ્યાર્થીનીઓ પણ મોડા પડી હોવાનું જણાવતા શાળાના આચાર્યનો પિતો છટક્યો હતો અને તેમણે વિધ્યાર્થીનીને બેરહેમીથી માર માર્યો હતો જેમાં વિધ્યાર્થીનીના ગાલ પર લાફા તથા પીઠમાં ગુબ્બા માર્યા હતા જેમાં વિધ્યાર્થીનીના ડાબા કાનના પડદામાં ઇજા પહોંચી હતી. સમગ્ર મામલે વિધ્યાર્થીનીએ પોતાની માતાને રડતાં રડતાં ઘરે જઈને વાત કરી હતી વિધ્યાર્થીનીના માતા સમગ્ર મામલે શાળામાં પૂછવા જતાં શાળાના આચાર્ય નીલેશ પટેલ શાળામાંથી જતાં રહ્યાં હતાં. વિધ્યાર્થીનીનો પરિવાર વિધ્યાર્થીનીને લઇને ગોત્રી જી એમ ઇ આર એસ, ગોત્રી હોસ્પિટલમાં ગયા હતા જ્યાં વિદ્યાર્થીની નું ચેક અપ,એક્સરે અને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં તેના ડાબા કાનના પરદાને અસર થઈ હોવાનું નિદાનમાં જાણવા મળ્યું હતું. આ સમગ્ર મામલે હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરવામાં આવી છે. બીજી તરફ આ ઘટના બાદ શાળાના આચાર્ય નીલેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમણે ગુરુવારે વિધ્યાર્થીના પિતાને ફોન કરીને માફી માંગી હતી. સમગ્ર મામલે હવે પરિવાર દ્વારા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં અરજી સાથે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
વિધ્યાર્થીનીના જવાબથી મેં તેઓની સુરક્ષા માટે અને અન્ય વિધ્યાર્થીઓ બહાર સમય ન બગાડે તે માટે ઠપકા સાથે લાફો માર્યો હતો
એક વર્ષ અગાઉ શાળાની એક વિધ્યાર્થીની શાળા કાર્ય દરમિયાન રિસેસમા બહારથી એક છોકરા સાથે ફરવા જતી રહી હતી અને સાંજે શાળા છૂટ્યા સમયે ઘરે ન પહોંચતા વિધ્યાર્થીનીના વાલી અને ગામલોકો આવી હંગામો મચાવ્યો હતો અને 'શાળામાં બાળકોનું શું ધ્યાન રાખો છો?' તેવી રજૂઆત કરી હતી એટલે વિધ્યાર્થીનીઓની સુરક્ષા મુદ્દે થોડું કડક રહેવું પડે છે ગતરોજ સવારે રીસેસ પૂરી થયા બાદ વિદ્યાર્થીનીઓ મોડી આવતા મેં ઠપકો આપ્યો હતો ત્યારે આ વિધ્યાર્થીનીએ 'પોતે એકલી થોડા મોડી પડી છે અન્ય વિધ્યાર્થીનીઓ પણ બહાર ફરતી હતી' તેમ જણાવતા મને ગુસ્સો આવ્યો હતો અને અન્ય વિધ્યાર્થીનીઓમા દાખલો બેસે એટલે આને લાફો માર્યો હતો પરંતુ એટલું બધું નહોતું માર્યું.ત્યારબાદ મારે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતેનું કામ હતું અને બીજી તરફ મારો એકનો એક દીકરો માઉન્ટ આબુમાં ભણતો હોય દિવાળી વેકેશન માટે લેવા આવ્યો હતો.મે વિધ્યાર્થીનીના પિતા અને અન્ય સભ્યોને ફોન કરીને માફી માંગી હતી અને રૂબરૂ મળવાની વાત કરી હતી. મારો કોઇ ઇરાદો નહોતો પરંતુ શાળામાં સિક્યુરિટી હોવા છતાં બહારના યુવકો આવી જતાં હોય છે તેથી ચિંતા થાય છે."
-નીલેશ પટેલ, આચાર્ય મહિરેવા આદર્શ વિદ્યાલય, બાજવા
મારી દીકરી રિસેસમા મોડી પડતાં શાળાના આચાર્ય નિલેશ પટેલે તેણીને પીઠમાં ગુબ્બા તથા બંને ગાલે લાફા માર્યા હતા જેથી દીકરીને ડાબા કાનના પડદામાં ઇજા પહોંચી હતી.તબીબે કાનમાં દવા થી ઠીક નહીં થાય તો આવતા મહિને મશીનથી ચેક અપ કરાવવા જણાવ્યું છે તેના એક્સરે અને સીટી સ્કેન રિપોર્ટ નોર્મલ છે પરંતુ બાળકી ડરી ગઈ છે. હોસ્પિટલ દ્વારા કંપ્લેઇન કરાઇ છે અને સાંજે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા છે અમને ત્યાં જોઇએ શું થાય છે હું મારી રજૂઆત કરીશ બીજી તરફ કિન્નાખોરીમા મારી દીકરીનું ભણતર ન બગડે તેની ચિંતા પણ છે.
- અશ્વિનભાઇ -ભોગ બનનાર વિધ્યાર્થિનીના પિતા
Reporter: admin







