વડોદરા : નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા બે દિવસીય ઓડીસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વર્કશોપ "શાસ્ત્ર પ્રયોગ, પરંપરા એન્ડ અનુસંધાન ઈન ઓડીસી ડાન્સ " મથાળા હેઠળ ડૉ.પાર્વતી દત્તા દ્વારા તેનું સુંદર સંચાલન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નૃત્યકારો ને ઓરિસ્સા ની શાસ્ત્રીય શૈલી ઓડીસી નૃત્ય વિશે પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક માહિતી પ્રદાન કરી શકાય.વિભાગીય અધ્યક્ષિકા ડૉ.સ્મૃતિ વાઘેલાના વિચાર તથા વિભાગના સંવર્ધન હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

નૃત્ય કલાકારો માટે અન્ય એક શાસ્ત્રીય શૈલી ઓડીસી વિશેની સંપૂર્ણ માહિતી મળે અને તેઓ ના અભ્યાસ ક્રમ માં પણ તે અત્યંત ઉપયોગી થઈ રહે તે હેતુ થી આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં નૃત્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા અને તેનો ઉત્તમ લાભ લીધો હતો.
Reporter: admin







