વડોદરા : શહેર નિઝામપુરા વિસ્તારમાં આવેલ નટરાજ સોસાયટી ખાતે રમેશ રાજેન્દ્ર માને પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી ની સ્થાપના કરવામાં આવતી હોય છે સાથે ગણપતિની સ્થાપનાના ત્રીજા દિવસે માં ગૌરીની સ્થાપના કરવામાં આવે છે.

વડોદરા શહેરમાં મહારાષ્ટ્રીયન ફેમિલી દ્વારા ગણપતિ આગમનના ત્રીજા દિવસે મા ગૌરી નું આગમન થાય છે માને પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને અગાઉ તેઓ મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા ત્યાં પણ એ જ પ્રકારની પ્રથા અને પરંપરા કરવામાં આવતી હતી તેઓ દ્વારા મા ગૌરી ને સ્થાપના કરવામાં આવે છે એટલે માં પોતાના પિયરમાં આવે છે તેવું માન્યતા છે. મા ગૌરીની સ્થાપના નિમિત્તે મહારાષ્ટ્ર પરિવાર દ્વારા ધૂમધામથી સ્વાગત કરવામાં આવે છે.

અને સૌભાગ્યવતી બહેનો દ્વારા મા ગૌરીની પૂજા કરવામાં આવે છે ગૌરીને પ્રસાદ નિમિત્તે પુરણપોળી અને મીઠી વાનગીઓ પીરસવામાં આવે છે માં ગૌરી કેટલા પરિવારમાં ત્રણ દિવસ પાંચ દિવસ સ્થાપના કરવામાં આવતી હોય છે અને આ ગૌરી ને વિવિધ વાનગીઓ સાથે 56 ભોગ ધરાવામાં આવતો હોય છે. તેમ રેશમા બેન માનેએ જણાવ્યું હતું.


Reporter: admin







