સુરત : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો છે ત્યારે ભારત માતાના રક્ષા માટે ગયેલા સૈનિકોની માતાની આંખોમાં હર્ષના આંસુ છલકાયા હતા.
સુરત એક જ પરિવારની બે દીકરીઓ અને એક દીકરા દેશ સેવા માટે બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે અને આ ત્રણેય સૈનિકોની માતાને આ મધર્સ ડે પર પોતાના બાળકોએ ભારતમાતાની રક્ષા કરી સૌથી મોટું ગિફ્ટ આપ્યું છે. મેનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજે વાત સુરતની એક એવી માતાની કરવી છે કે જેણે એક પછી એક પોતાના ત્રણ બાળકોને દેશની સેવામાં મોકલી આપ્યા છે અને મહત્ત્વની વાત તો એ છે કે તેમાં બે દીકરીઓનો પણ સમાવેશ થાય છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા માયાબહેન મંગલેને ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી વૈશાલી નડાબેટ બોર્ડર પર, બીજા નંબરનો દીકરો શિવ કુમાર છત્તીસગઢ પાસે નક્સલી વિસ્તારમાં અને ત્રીજા નંબરે શીતલ મંગલે ભારત બાંગ્લાદેશ બોર્ડર પર ફરજ બજાવે છે.
માયાબહેનની સૌથી મોટી પુત્રી વૈશાલી 10 વર્ષ પહેલા BSFમાં જોડાયા હતા અને ત્યારબાદ તેમના જ નકશે કદમ પર તેમનો પુત્ર શિવકુમાર પણ BSFમાં જોડાયા અને ત્યારબાદ તેમની સૌથી નાની દીકરી પણ દેશ સેવા માટે BSFમાં જોડાઈ છે. એક માતા તરીકે પોતાના ત્રણેય બાળકો દેશ સેવા માટે મોકલ્યા એ અંગે વાત કરતા માયાબહેન મંગલે એ કહ્યું કે, દેશની સેવા માટે મેં મારા દીકરા-દીકરી ને મોકલ્યા આ મારું ભાગ્ય કેહવાય, બધાના નસીબમાં આ સેવા કરવાની તક નથી મળતી. રામ જેવા દીકરા થાય તો દેશની સેવા માં જાય. મારો એક પુત્ર હોતે તો પણ હું દેશ સેવામાં મોકલત. મને ખુશી છે કે મારા ત્રણેય બાળકો આજે એક માતાની સેવા કરી અને બીજી સૌથી મોટી માતા ભારત માતાની સેવામાં જોડાયેલા છે.
Reporter:







