વડોદરા : વોર્ડ નંબર 17 માં આવેલ માંજલપુર વિસ્તાર માં ઠેર ઠેર ભુવા પડ્યા છે. હજી તો ચોમાસાની શરૂઆત થઈ નથી એ પહેલા રોડ રસ્તા પર ઠેર ઠેર ભુવા પડવા લાગ્યા છે.

અગાઉ પણ માંજલપુર માં એક મહાકાય ભૂવો પડ્યો હતો જેમાં ૪ થી ૫ વ્યક્તિઓ ભુવા માં પડ્યા હતા એવામાં જ વોર્ડ નંબર 17 માં પણ અનેક જગ્યા એ ભુવા પડ્યા છે. એવો જ એક ભૂવો સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે પણ પડ્યો છે જેમાં કોર્પોરેશન દ્વારા બેરિકેટ પણ મારવામાં નથી આવ્યા. જેથી રોડ પર થી પસાર થતા સ્થાનિકો ને ભુવા માં પડવાનો ભય રહે છે. એજ પ્રકારે ડિમાર્ટ પાસે આવેલ પારસિક સોસાયટી નાં નાકે પણ મહાકાય ભૂવો પડ્યો છે. પાલિકા તંત્ર રોડ રસ્તા પર જ્યાં જ્યાં ખોદાણ કરી ને જાય છે એ જગ્યા પુરાણ કરી ને એવી જ છોડી દે છે.

ત્યાં રોડ પણ બનાવતા નથી. એજ પ્રકારે સહયોગ ગરબા ગ્રાઉન્ડ પાસે વિમલગંગા સોસાયટી પાસે પણ ખોદાણ કરેલી જગ્યા પર માટી પૂરી છે પણ રસ્તો બનાવ્યો નથી. આને તંત્ર નો ભ્રષ્ટાચાર કહો કે અનગઢ વહીવટ પણ આ બધા માં વેડફાટ તો જનતા એ ભરેલ ટેક્ષ નાં રૂપિયા નો જ થાય છે. અને તેની સામે પ્રજા ને સુવિધા પણ મળતી નથી. આ તમામ મુદ્દે સ્થાનિકો એ કોંગ્રેસ આગેવાન પાર્થ પટેલ ને રજૂઆત કરતા પાર્થ પટેલ દ્વારા પાલિકા તંત્ર , સ્થાનિક કાઉન્સિલર તેમજ કોન્ટ્રાકટર વિરુદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો. તેમજ પ્રેસ મીડિયા નાં માધ્યમ થી મ્યુનિસિપલ કમિશ્નરને તપાસ કરી કાર્યવાહી કરવા અંગે રજૂઆત પણ કરવામાં આવી છે.


Reporter: admin