વડોદરા: છાણી જકાતનાકા પાસે પતંગ ચગાવવા મુદ્દે થયેલા ઝઘડામાં ચાર લોકોએ ઝઘડો કર્યો હતો. ચાર જણાએ શિક્ષિકા માતા, નાની અને બે બાળકોને માર માર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસેના ચિસ્તીનગરમાં રહેતા રૂકસાર ખાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૧માં મુસ્લિમ સમાજના રિતરીવાજ મુજબ મારા નિકાહ અકરમખાન સાથે થયા હતા. મારે સંતાનમાં બે દીકરી છે હાલમાં નિઝામપુરા અતિતિગૃહ પાસે સરકારી શાળામાં કોન્ટ્રાક્ટ પર શિક્ષક તરીકે નોકરી કરુ છુ. મારા પતિ ટ્રાન્સપોર્ટનું કામ કરે છે.૧૧ જાન્યુઆરીના રોજ મે મારા માતાના ઘરે હાજર હતી. મારા સંતાન મહમદ તનજીન અને ઈઝાન જેઓ અમારી અગાસી પર પતંગ ચડાવતા હતા અને અચાનક દોડતા દોડતા નિચે મારી પાસે આવ્યા હતા.
જેથી મે મારા બન્ને છોકરાને પુછ્યુ કે કેમ નિચે આવી ગયા ત્યારે તનજીન ખાને જણાવ્યું હતું કે અજમલ કાસીમની પતંગ ઉપર મેં લંગર નાખતા તેની પતંગ કપાઈ ગઇ હતી. જેથી અજમલ કાસીમખાન મને તેની અગાસી ઉપરથી પતંગ કાપવા બાબતે ગંદી ગાળો આપાવા લાગે છે.જેથી અમે બન્ને ભાઈઓ અગાસી ઉપરથી નિચે ઉતરી ગયા હતા થોડીવારમાં અજમલ કાસીમખાન તથા માતા મુઅકતર તેવા તેનો ભાઈ ગાલીમ તથા તેની બહેન સાગીના અમારા ઘરે આવ્યા હતા અને તમારા છોકરા અગાસી ઉપરથી લગર નાખી પતંગ કાપી નાખે છે તેમ જણાવી મારી સાથે ઝઘડો કરતા હતા. ત્યારબાદ બન્ને દિકરાને માર મારવા લાગ્યા હતા. જેથી મારી માતા વચ્ચે છોડાવા આવતા અજમલ કાસીમખાન અમને જાનથી મારવાની ધમકી આપવા લાગ્યા હતા. ત્યારબાદ મને જાનથી મરવાની ધમકી આપવા લાગ્યા હતા. જેથી પોલીસે અજમલ પઠાણ, ગાલીબ પઠાણ, સાલીના પઠાણ તથા નુરઅતર પઠાણ સામે ગુનો નોંધ્યો છે.
Reporter: admin







