News Portal...

Breaking News :

વાહનો હટાવવાનું કહેતા યુવક પર હુમલો

2025-01-13 17:44:31
વાહનો હટાવવાનું કહેતા યુવક પર હુમલો


વડોદરા:સમા સાવલી રોડ પર આવેલી સોસાયટીના રોડ પર પાર્ક કરેલા વાહનો હટાવવાનું કહેતા પિતા અને પુત્રે યુવક સાથે ઝઘડો કર્યો હતો. 


ત્યારબાદ ગડદાપાટુનો માર માર્યો હતો અને ચશ્મા તોડી નાખ્યા હતા. જેથી યુવકે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.વડોદરા શહેરના સમા સાવલી રોડ પર આવેલા લીલેરિયા એપાર્ટમેન્ટમાં રહેતા વિરલમ સતીષભાઈ મોહિતે પોલીસ ફરિયાદ નોંધાવી છે કેહુ રાવપુરા ખાત પબ્લિક એજન્સી ચલાવી દવાનો વેપાર કરુ છુ. ગત ૧૦ જાન્યુઆરીના રોજ હુ મારા ઘરની અમારી સોસાયટીના મુખ્ય દરવાજા પાસે ખુરશી નાખી હતી. તે દરમિયાન અમારા મકાનની બાજુમાં રહેતા જિતેશ શાહનો પુત્ર હર્ષિલ જિતેષ શાહ સહિત ત્રણ ચાર મિત્રો બાઇક લઈને આવ્યા હતા અને અમારી સોસાયટીમાંઆવવા જવામાં અડચણ રૂપ થાય તેમ બાઇકો પાર્કિંગ કરી હતી. 


જેથી અમારી સોસાયટીમાં પાર્કિંગ કરવાની મનાઇ હોય કમિટી મેમ્બર તરીકે મે અમારી સોસાયીટના વિધિમિનેશ રાઠવાને આ બાબતે જણાવી હતી જેથી અમારા સિક્યુરીટી ગાર્ડ નરેશભાઈ હર્ષિલના ઘરે જઈને તેમના મિત્રોએ પાર્ક કરેલી બાઇક બહાર મુક્વા માટે ક્યું હતું જેથી હર્ષલ શાહ નીચે આવ્યો હતો અને મારી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને ઢોર માર માર્યો હતો ત્યારબાદ મારા ચશ્મા પણ તોડી નાખ્યા હતા. જેથી સમા પોલીસે હર્ષિલ જીતેશ શાહ તથા જીતેશ કિરિટ શાહ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post