વડોદરા: આણંદમાં થિયેટરમાં 'બેડ ન્યુઝ' નામનું મુવી ચાલતું હતું. તે જોવા માટે વડોદરામાં વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલા નાસતા-ફરતા બે બુટલેગરો બેઠા હતા.
દરમિયાન મુવીમાં ઈંટરવલ પડતા બંને બહાર નિકળ્યા હતા. અને તેમની વોચમાં વાટ જોતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની અટકાયત કરી હતી. કોઇની નજર ન જાય તેમ માનીને ફિલ્મ જોવા બેઠેલા બુટલેગરોનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીન કરી દીધો હતો.ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી કે, હેરી ઉર્ફે હિમાંશુ રમેશભાઇ લુધવાણી (રહે. ખોડીયારનગર, વડોદરા) તથા વિવેક ઉર્ફે બની સિંધી મોહનભાઇ કેવલાની (રહે. ફતેગંજ) આણંદના શાન થિયેટરમાં બેડ ન્યુઝ નામની ફિલ્મ જોઇ રહ્યા છે.
બાદમાં બાતમીના આધારે ટીમ રવાના કરવામાં આવી હતી.થિયેટરની બહાર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન સીસીટીવીમાં બંને બુટલેગરો અંદર ગયા હોવાની ચકાસણી પણ કરી લેવામાં આવી હતી. મુવીમાં ઈંટરવલ પડતા બંને બહાર આવ્યા હતા.જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ બંનેને કોર્ડન કરીને પુછપરછ શરૂ કરી હતી. જો કે, બંનેએ ઉડાઉ જવાબો આપ્યા હતા. અને પોતાની ઓળખ અંગે કોઇ પુરાવા આપ્યા ન્હતા. બંને ઇસમોની અટકાયત કરીને વડોદરા લાવી કડકાઇ પૂર્વક પુછપરછ હાથ ધરવામાં આવી હતી.
Reporter: admin