વડોદરા: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાનાં વેડચ ચમારિયા (બંગાલિયા) વગાનાં વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ચોમાસાનાં 4 મહિના ઘૂંટણસમા પાણીમાંથી માત્ર ગ્રામજનો જ નહિં પણ શાળાએ જતા માસૂમ બાળકોએ પણ કેઢ સમા પાણીમાંથી પસાર થવું પડે છે.
21મી સદીમાં પણ BJPનો વિકાસ ચમારિયા (બંગાલિયા) વગાનાં ગામ સુધી ન પહોંચ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.ભરૂચ જિલ્લાનાં જંબુસર તાલુકાનાં વેડચ ચમારિયા વગાનાં વિસ્તારમાં ભાજપનો વિકાસ નહિ પહોંચતા અને માત્ર મતો મેળવતાં જનપ્રતિનિધિઓ સામે ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે. સાથે જંબુસરનાં ચમારિયા (બંગાલિયા) વગાનાં વિસ્તારોમાં રોડ રસ્તા કે પાણીની સુવિધા મળી નથી.
પરંતુ,આ વિસ્તારનાં ચોમાસાનાં 4 મહિના ગ્રામજનો અને ગામનાં બાળકો શિક્ષણ મેળવવા માટે પણ કમર સુધીમાં પાણીમાં કપડાં અને દફ્તર માથે મૂકી તેમ જ ગામમાં કોઈનું મોત પણ થાય તો નનામી લઈને પાણીમાંથી પસાર થવું પડતું હોવાની નોબત આવી હોવાનાં આક્ષેપ કરી રહ્યા છે. સાથે જ કોઈપણ ઈમરજન્સી એમ્બ્યુલસ કે અન્ય વાહનો આવી શકતા નથી અને આ પાણીના કારણે ગામનાં લોકો બેરોજગાર બની રહ્યા હોવાનાં ગામના માજી સભ્યે આક્ષેપ કર્યા છે.
Reporter: admin