News Portal...

Breaking News :

બંધ ટ્યુબવેલબોર રીચાર્જ માટે 90:10 લોક ભાગીદારીમાં 150 કરોડની મહત્વની ભૂગર્ભ જળ રીચાર્જ યોજના

2024-07-31 10:47:57
બંધ ટ્યુબવેલબોર રીચાર્જ માટે 90:10 લોક ભાગીદારીમાં 150 કરોડની મહત્વની ભૂગર્ભ જળ રીચાર્જ યોજના


ગાંધીનગર: સરકાર દર વર્ષે ‘સુજલામ-સુફલામ જળ’ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ કાર્ય કરી રહી છે. 


આ કાર્યને વધુ વેગ આપવા તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ-બિન ઉપયોગી અંદાજે ૧૦,૦૦૦ ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રીચાર્જ કરવા રૂ.150 કરોડની મહત્વની ‘ભૂગર્ભ જળ રીચાર્જ’ યોજનાને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈએ યોજનાની વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ભૂગર્ભ જળના ઊંડા તળને વરસાદના પાણીથી ઊંચા લાવવા બંધ પડેલા બોરને રિચાર્જ કરવાનો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.


આ યોજના મુજબ રાજ્ય સરકાર આશરે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/બોર રીચાર્જ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. આ બંધ ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે 90:10 ના ધોરણે એટલે કે 90 ટકા ફાળો-ખર્ચ રાજ્ય સરકાર આપશે જયારે 10 ટકા ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે.રાજ્યમાં ઉપલબ્ધ કુલ જળ પૈકી આશરે 39 % ભૂગર્ભ જળ છે જેનાથી 57 % જેટલા વિસ્તારમાં સિચાઈ થાય છે. કુલ ભૂગર્ભ જળ પૈકી 80 % ઉપયોગ સિંચાઇ માટે કરવામાં આવે છે.

Reporter: admin

Related Post