News Portal...

Breaking News :

મહીસાગર જિલ્લામાં રોષે ભરાયેલ પત્નીએ પતિની આંગળી કરડી લેતા પતિ દવાખાને પહોંચ્યો, કેસ પેપરમાં લખ

2024-07-31 10:44:45
મહીસાગર જિલ્લામાં રોષે ભરાયેલ પત્નીએ પતિની આંગળી કરડી લેતા પતિ દવાખાને પહોંચ્યો, કેસ પેપરમાં લખ


મહીસાગર જિલ્લામાં પતિ-પત્ની વચ્ચે થયેલ લડાઈમાં પત્નીએ પતિના એવા હાલ કર્યા કે પતિએ તાત્કાલિક દવાખાને ભાગવું પડ્યું.જ્યાં પતિએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ડૉક્ટરે કેસ પેપર "બૈરું કરડ્યું" હોવાનો ઉલ્લેખ કરતા આ ઘટના ભારે ચર્ચામાં આવી છે.



સામાન્ય રીતે શ્વાન, કપિરાજ, સર્પ કે પછી કોઈ અનેય પ્રાણીના કરડવાના કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં રહેતા શેખ પરિવારમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. જે દરમિયાન રોષે ભરાયેલ પત્નીએ તેના પતિને હાથની આંગળીમાં બચકું ભરી લેતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી પતિ તાત્કાલિક વિરપુરના સરકારી દવાખાનામાં પહોંચ્યો હતો.


જ્યાં ગત સાંજના ઓપીડી દરમીયાન હાજર ડો.મંયક પટેલ પાસે દર્દી સારવાર માટે આવતા પત્નીએ બચકું ભર્યું હોવાનું જણાવતા ડોક્ટર પણ અચરજમાં મુકાઈ ગયા હતા. જેના બાદમાં ઈજાગ્રસ્ત પતિને ડોક્ટરે સારવાર કરી યોગ્ય દવાઓ લખી આપી અને ધનુરનું ઇન્જેક્શન પણ આપ્યું હતું. પરંતુ આ દર્દીના કેસ પેપરમાં ડોક્ટર દ્વારા "બૈરું કરડ્યું" હોવાનો ઉલ્લેખ કરતા આ કિસ્સો ભારે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

Reporter: admin

Related Post