News Portal...

Breaking News :

સાહસપૂર્વક પ્રશંસનીય ઉત્તમ કામગીરી બદલ રાજ્યના 110 પોલીસ કર્મીઓને ડીજીપીના હસ્તે ડિસ્ક ચંદ્રક અપાયો

2024-07-31 10:40:20
સાહસપૂર્વક પ્રશંસનીય ઉત્તમ કામગીરી બદલ રાજ્યના 110 પોલીસ કર્મીઓને ડીજીપીના હસ્તે ડિસ્ક ચંદ્રક અપાયો


રાજ્યના પોલીસ વિભાગની અંદર ફરજ દરમિયાન સરાહનીય અને ઉત્તમ કામગીરી બદલ ડીજીપી કમાન્ડેશન ડિસ્ક 2023માં પદક મેળવનારા પોલીસ કર્મીઓના નામની જાહેરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. 


આ યાદી મુજબ રાજ્યના 110 જેટલા અધિકારી કર્મચારીઓને ડીજીપીના હસ્તે પદક એનાયત કરવામાં આવ્યા હતા..સર્વોત્તમ અને સરાહનીય કામગીરી માટે  પદક માટે પસંદ થયેલા તમામ અધિકારી- કર્મચારીઓ સહિત તેમના પરિવારજનો સાથેનો સન્માન કાર્યક્રમ કરાઇ ખાતે આવેલ વિદ્યાભવન ઓડિટોરિયમ,ગુજરાત પોલીસ અકાદમી ખાતે યોજવામાં આવ્યો હતો.ગોલ્ડ ડિસ્ક મેળવનારા અધિકારીઓની જો વાત કરીએ તો ગાંધીનગરના અધિક પોલીસ મહા નિર્દેશક આર.બી. બ્રહ્મભટ્ટ, ગાંધીનગર સીઆઇડીના અધિક પોલીસ મહા નિર્દેશક સુભાષ ત્રિવેદી તેમજ ગાંધીનગર બજાવતા પોલીસ અધિક્ષક રુપલ સોલંકીને પદક એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સિલ્વર ડિસ્ક મેળવનારા અધિકારીઓની વાત કરવામાં આવે તો ગાંધીનગર અધિક પોલીસ મહા નિર્દેશક નીરજા ગોટરું, અમદાવાદ કોસ્ટલ સિક્યુરિટીના પોલીસ અધિક્ષક પી એલ માલ, ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને રેલવેના અધિક પોલીસ નિરીક્ષક પરીક્ષિતા રાઠોડને પણ પદક એનાયત કરવામાં આવ્યા હતા. આ સિવાય શ્વેતા શ્રીમાળી,દીપક મેઘાણી, કરણરાજ વાઘેલા, રવિ સૈનિ,મયુર પાટીલ,એસ આર ઓડેદરા,રવિરાજસિંહ જાડેજા,મુકેશકુમાર પટેલ, કોમલ વ્યાસ સહિત રાજ્યની અંદર ફરજ બજાવતા વિવિધ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ હથિયાર અને બિન હથિયાર ધારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ કર્મીઓને ડીજીપીના હસ્તે પદક એનાયત કરવામાં આવ્યા હતા 


અત્રે ઉલ્લેખનીએ છે કે પોલીસ અધિકારી અને કર્મચારીઓને રાજ્યના પોલીસ વડા તરફથી ખાસ પોલીસચંદ્રક ડીજીપી કમેન્ટેશન ડિસ્ક એનાયત કરવામાં આવે છે. આ પદક પોલીસ કર્મીના સર્વિસ રેકોર્ડ,સાહસ અને વીરતાનું વિશેષ કામ,નવા અભિગમ જેવા વિવિધ પાસાઓને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે. ઉપરાંત રાજ્યમાં તહેવારના સમયે બંદોબસ્ત અને વિવિધ આંદોલનના સમયે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ અધિકારીઓને અને જવાનો ખડે પગે ઊભા હોય છે, ત્યારે આ તમામ મોરચે સુંદર કામગીરી કરવા બદલ પદક એનાયત કરાય છે. પોલીસ કર્મચારીઓ ઘણીવાર કુદરતી આફતોના સમયે પણ સાહસ પૂર્વક પ્રશંસનીય કામગીરી કરતા હોય છે ત્યારે આવા પોલીસ કર્મીઓની ઉત્તમ કામગીરીને બિરદાવા અને પોલીસનું મનોબળ વધારવા માટે રાજ્યના પોલીસ વડા તરફથી ડીજીપી કમન્ડેશન ડિસ્ક ચંદ્રક આપવાની શરૂઆત કરવામાં આવી છે.આ વર્ષે રાજ્યના કુલ 110 પોલીસ અધિકારી કર્મચારીઓની આ ચંદ્રકના વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. વડોદરા શહેરના નાયબ પોલીસ અધિક્ષક હરપાલસિંહ અજીતસિંહ રાઠોડ સહિત જુનાગઢ પોલીસ અધિક્ષક કચેરીમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા જતીન જગદીશભાઈ પટેલ ઉપરાંત ભરૂચના ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ઉત્સવ બારોટ ભરૂચ જિલ્લાના રેન્જ આઈ.જી સંદીપસિંહ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના હેડ રાઈટર ઓફ પ્રદીપ મોંઘેને પણ આ પદ એનાયત કરાયા છે .

Reporter: admin

Related Post