અમદાવાદ : દારૂબંધીના અમલ વચ્ચે પોલીસ દ્વારા બુટલેગરો પર કડક નજર રાખવામાં આવી રહી છે.
આ દરમિયાન અમદાવાદ શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)ની ટીમને મોટી સફળતા મળી છે. નરોડા પોલીસ સ્ટેશનની હદમાં પીસીબીએ વોચ ગોઠવીને લાખો રૂપિયાના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી અનુસાર, પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના ડુંગરપુરથી એક સફેદ રંગની SUV કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે.
આ બાતમીના આધારે પીસીબીની ટીમે નરોડા વિસ્તારમાં સધી માતા ચાર રસ્તા પાસે આવેલા આયુષ્માન પ્લાઝા કોમ્પલેક્ષ સામે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર નજરે પડતા પોલીસે તેનો પીછો કરી તેને અટકાવી હતી.
Reporter: admin







