વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા છ સપ્તાહ લાંબા સંઘર્ષને કાયમી વિરામ આપવા માટે ફરી એકવાર મંત્રણાના ટેબલ પર આવવાની તૈયારીઓ તેજ થઈ છે.
પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયેલી પ્રથમ રાઉન્ડની વાતચીત નિષ્ફળ રહ્યા બાદ હવે બીજા રાઉન્ડ માટે પાકિસ્તાને જ ફરી યજમાન બનવાની દરખાસ્ત મૂકી છે. જોકે જોવાનું રહેશે કે શું ઈરાન અને અમેરિકા ફરી પાકિસ્તાનમાં જ શાંતિ મંત્રણા કરશે કે પછી આ વખતે કોઈ નવી જગ્યા નક્કી કરાશે. અમેરિકી ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, ઇસ્લામાબાદ મંત્રણામાં કેટલીક પ્રગતિ થઈ છે.
અમેરિકાએ ઈરાનમાંથી પરમાણુ સામગ્રી હટાવવા અને યુરેનિયમ સંવર્ધન રોકવા માટે કડક આગ્રહ રાખ્યો છે. વેન્સે ઉમેર્યું કે, ઈરાનના નેતાઓ ઝૂક્યા છે, પરંતુ અંતિમ નિર્ણય માટે તેમને તેહરાનની મંજૂરીની જરૂર છે. જો ઈરાન એક સામાન્ય દેશની જેમ વર્તે તો ટ્રમ્પ વહીવટીતંત્ર તેમને સામાન્ય અર્થતંત્ર આપવામાં ખુશ થશે.
Reporter: admin







