News Portal...

Breaking News :

ઉમરગામના મામલતદારે કયા નેતાઓના દબાણને કારણે જીવ ગુમાવવો પડ્યો?

2026-04-14 09:55:55
ઉમરગામના મામલતદારે કયા નેતાઓના દબાણને કારણે જીવ ગુમાવવો પડ્યો?



વલસાડ: ઉમરગામના મામલતદાર દલપત બ્રાહ્મણકાછે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા સમગ્ર વહીવટી તંત્રમાં શોક અને રોષ વ્યાપ્યો છે. 

એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભાજપના આગેવાનો અને વકીલોએ મામલતદાર કચેરીમાં આખો દિવસ હાઈવોલ્ટેજ ડ્રામા કરી દબાણ સર્જ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.નિવૃત્તિને આડે માત્ર એક વર્ષ બાકી હતું ત્યારે રાજકીય દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા અધિકારીએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા છે. 

પોલીસ હવે કોલ ડિટેલ્સના આધારે તપાસ કરી રહી છે કે કયા નેતાઓના દબાણને કારણે ઈમાનદાર અધિકારીએ જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના હાલ પંથકમાં 'ટોક ઓફ ધ ટાઉન' બની છે.પરિવારે રાજકીય દબાણનો આરોપ લગાવ્યો છે.

Reporter: admin

Related Post