વડોદરામાં રખડતા ઢોરને પકડવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ઢોર પાર્ટી વડોદરા અલગ અલગ વિસ્તારમાં જઈ જાહેર માર્ગ પર રખડતા ઢોરને પકડવાની કામગીરી કરે છે.
થોડાક સમય પહેલા વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી એક ઘટના સામે આવી જે ઢોર પાર્ટી ઢોર પકડવા માટે નંદાલય હવેલી પાસે ગઈ હતી તે સમયે ઢોર દેખાતા તેની પકડવાની કામગીરી શરૂ કરી હતી તેવામાં ભાવેશ રબારી અને ધવલ રબારી આવી જતા રકજક થઈ હતી સાથે પકડેલ ઢોરને પણ બબાલ કરી છોડાવી ગયા હતા ત્યારે સમગ્ર મામલે ગોરવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે આજ રોજ ગોરવા પોલીસે બે આરોપીઓ ને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી
Reporter: admin







