News Portal...

Breaking News :

ડભોઇ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

2025-07-18 17:04:14
ડભોઇ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


ડભોઇ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરી વધુમાં વધુ વૃક્ષના જતન માટેનો સંદેશો આપતો વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન માન. પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની આગેવાની હેઠળ યોજવામાં આવ્યો હતો. 


ડભોઇ તાલુકા તથા નગરના જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી આજનો આ કાર્યક્રમો યોજવામાં આવેલ હતો. માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું.એ ખાસ ઉદ્દેશને ચરિતાર્થ કરવા વધુ વૃક્ષ વાવવા અને જતાના કરવા આજે વૃક્ષારોપણ કરવામાં આવેલ. 


આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રત્યે સભાન પ્રથાઓને એકીકૃત કરે છે. આજે જયારે અનિવાર્ય બન્યું છે કે વધુ વૃક્ષ વાવી અને તેનું જતન કરી દરેક નાગરિક સાથે મળીને, આપણે આવનારી પેઢીઓ માટે ચોખ્ખી અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે વૃક્ષ જ એકમાત્ર ઉપાય છે. ત્યારે મનુષ્ય સહિત જીવસૃષ્ટિના નાના મોટા જીવો માટે ઓક્સિજન એક માત્ર વૃક્ષો જ પુરું પાડે છે આજે જયારે દિન-પ્રતિદિન ગરમીના અસંખ્ય તાપ અને બફારા સામે વૃક્ષો છાયડો સમાન ઢાલ બને છે આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં દરેક મનુષ્યે પોતાના જન્મદિવસે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. "સ્વચ્છ ડભોઇ (દર્ભાવતી), હરિયાળુ ડભોઇ" બનાવવાના સંકલ્પ સાથે ડભોઇ તાલુકા વહીવટીતંત્ર દ્વારા જેમાં ડભોઇ પ્રાંત કચરી, મામલતદાર કચેરી, ડભોઇ નગરપાલિકા તથા ડભોઇ વનીકરણ વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ડભોઇ તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તે માટે ઉપરાંત આજના મોર્ડન અને આધુનિક યુગમાં દેખાદેખીમાં લોકો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ કરે છે પરંતુ આ ખર્ચાઓ કરવા કરતાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ. તેમજ દરેક લોકોએ પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવી સાથે વૃક્ષારોપણ કરી સમાજ અને લોકોમા પર્યાવરણ જાગૃતિ અંગે સુંદર મેસેજ આપવો જોઈએ. સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે ખોરાક સાથે પર્યાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શુદ્ધ હવા લેવા માટે આ માટેનુ સારૂ પર્યાવરણ હોવું પણ ખુબ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે.આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મામલતદાર પ્રતિકભાઈ સંગાડા, ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકાના ઓ. એસ. શ્રી મહેશભાઈ પરમાર તથા પર્યાવરણ રક્ષકની જવાબદારી નીભવતા સામાજિક વનીકરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કલ્યાણીબેન ચૌધરી, ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ‘વધારે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ની અપીલ કરવામાં આવી હતી.

Reporter: admin

Related Post