ડભોઇ: બાર એસોસિએશન ના તમામ વકીલો દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટના માં મૃત્યુ પામેલા મૃતકો ને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

12 જૂન 2025 ના રોજ અમદાવાદ થી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા નું વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તાર મેઘાણી નગર માં ક્રેશ થતા પ્લેન માં સવાર યાત્રીઓ ના મોત નિપજ્યા હતા ઉપરાંત વિમાન મેડિકલ વિદ્યાર્થીઓ ની હોસ્ટેલ ઉપર ક્રેશ થતા વિધાર્થીઓ ના પણ મોત નિપજ્યા હતા.સમગ્ર દેશ ને હચમચાવી દેતી આ ગોઝારી ઘટનામા અનેક લોકો ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે.
સમગ્ર દેશમાં આ ઘટના બાદ શોક ની લાગણી છવાઈ છે. ત્યારે ડભોઇ બાર એસોસિએશન ના પ્રમુખ આરીફભાઈ મકરાણી સહિત વકીલ મંડળ ના વકીલો દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સાથે જ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો ના સ્વજનો ને આ દુઃખ ની ઘડી માં ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Reporter: admin