News Portal...

Breaking News :

કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ પ્રસંગે કેનેડા સરકારના પ્રતિનિધિઓએ આચાર્ય મહારાજ તથા પવન સ્વામીને અભિનંદન પાઠવ્યા

2025-06-17 17:58:50
કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ પ્રસંગે કેનેડા સરકારના પ્રતિનિધિઓએ આચાર્ય મહારાજ તથા પવન સ્વામીને અભિનંદન પાઠવ્યા


આચાર્ય મહારાજએ પૂષ્પમાળા પહેરાવી પ્રતિનિધિઓનું અભિવાદન કર્યું હતું:





સ્વામિનારાયણ મંદિર વડતાલધામ ટોરન્ટો કેનેડાના ૨૦મા પાટોત્સવ પ્રસંગે  કેનેડીયન સરકારના ચૂંટાયેલ પ્રતિનિધિઓ સૌન ચેન અને રેમેન્ડ ચો દ્વારા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને કોઠારી પવન સ્વામીને  ૨૦ વર્ષની સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, કેનેડાના વિકાસમાં તમે સંગઠિત રહીને વર્ષોથી યોગદાન આપી રહ્યા છો. હું વિશેષ ખુશી અનુભવું છું કારણ કે મારા પિતાજી પણ કલકત્તાથી કેનેડા આવ્યા હતા.આજથી વીસ વર્ષ પહેલા વડતાલ સંપ્રદાયના અનુયાયીઓએ એક યુનીટ ખરીદીને સત્સંગ ચાલુ કર્યો હતો.જોતજોતામાં આજે વીસ વીસ વર્ષ વિતી ગયા છે. ૨૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્સંગિજીવનના વક્તાપદે શાસ્ત્રી હરિગુણદાસજી સ્વામી ઉમરેઠ અને હનુમંત ચરિત્ર કથાના વક્તા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી સારંગપુરવાળા બિરાજમાન થયા હતા  આ પ્રસંગે ૧૦૮ લાલજી મહારાજ સૌરભપ્રસાદજી મહારાજ: ગાદિવાળા માતુ પણ મહિલાઓને આશિર્વાદ આપવા આવ્યા હતા.આ પ્રસંગે વડતાલથી ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીએ વડતાલની સેવા પ્રવૃત્તિઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, નિઃશુલ્ક હોસ્પિટલ- નિઃશુલ્ક છાત્રાલય. નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા અને અન્નક્ષેત્ર જેવા સેવા કાર્યો આપણી સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. આ મંદિર મોટુ બને , બાળ યુવા પ્રવૃત્તિ થાય , એ સમયની જરૂરિયાત છે.



આ પ્રસંગે શાસ્ત્રી રામદાસજી અમેરિકા:. શા.વિવેકસાગરદાસજી સારંગપુર કોઠારી:
શા. સત્યપ્રકાશદાસજી - વડતાલ , માધવપ્રકાશ સ્વામી નાસિક . શા. વિનયપ્રકાશદાસજી ધાંગધ્રા વગેરે ૨૦ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે જતન જાગૃતભાઈ પટેલ વગેરે યજમાનો , અતુલભાઈ પટેલ વગેરે ટ્રસ્ટીઓ અને કાર્યકરોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ.પવન સ્વામી કલાલી દ્વારા કરવામાં આવ્યુ હતું, એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવાયું છે:

Reporter: admin

Related Post