ઝડપાયેલા બાંગ્લાદેશીઓ 11 પુરુષ, 18 મહિલા,15 બાળકોનો સમાવેશ
વડોદરા : પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભરૂચ જિલ્લામાં બીજી વખત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઘૂસણખોર 44 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.પહેલગામ હુમલાના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ભરૂચમાં ઘુષણખોરોને શોધી કાઢવા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બાંગ્લાદેશી ઘુષણખોરો સામે એક મેગા સેર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જિલ્લામાં બીજી વખત ચાલેલા 48 કલાકના સતત અભિયાનમાં કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા છે.
ઝડપાયેલા બાંગ્લાદેશી લોકોમાં 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ વિદેશી નાગરિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો જણાવે છે કે, આ લોકો દેશમાં ગેરકાયદે રીતે પ્રવેશી રહ્યા હતા અને સંભવિત રીતે ખોટી ઓળખ સાથે રહી રહ્યાં હતાં. આ ઓપરેશનથી સ્પષ્ટ છે કે સુરક્ષા એજન્સીઓ ઘુષણખોરો સામે કડક વલણ અપનાવી રહી છે અને આવનારી કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તકેદારીથી પગલાં ભરશે.
Reporter: admin