News Portal...

Breaking News :

પાવર સેક્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના ESG રેટિંગને સર્વોચ્ચ સ્થાન મળ્યું : 100 લિસ્ટેડ કંપનીઓ પૈકી ટોચની પાંચ એન્ટિટીઓમાં AGEL

2025-06-17 16:35:12
પાવર સેક્ટરમાં અદાણી ગ્રીન એનર્જીના ESG રેટિંગને સર્વોચ્ચ સ્થાન મળ્યું : 100 લિસ્ટેડ કંપનીઓ પૈકી ટોચની પાંચ એન્ટિટીઓમાં AGEL


અદાણી ગ્રીન એનર્જી સતત અવનવા વિક્રમો સ્થાપિત કરી રહી છે. તાજેતરમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા AGELને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. 


NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ એન્ડ એનાલિટિક્સ લિમિટેડ દ્વારા યુટિલિટીઝ/પાવર સેક્ટરમાં ESG (પર્યાવરણીય, સામાજિક અને શાસન) રેટિંગમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે.NSE એ તાજેતરમાં લિસ્ટેડ કંપનીઓ માટે તેના ESG રેટિંગ શરૂ કર્યા છે. જેમાં રેવન્યુના આધારે ટોચની 100 લિસ્ટેડ કંપનીઓમાંથી મૂલ્યાંકન કરાયેલ ESG રેટિંગમાં ટોચની પાંચ એન્ટિટીઓમાં પણ AGELને સ્થાન મળ્યું છે. NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિમિટેડ કેટેગરી 1 ESG રેટિંગ્સ પ્રદાતા તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા સત્તાવાર મંજૂરી પ્રાપ્ત છે.NSE ના રેટિંગમાં જણાવાયું છે કે AGEL પર્યાવરણ, સામાજિક અને ગવર્નન્સ પરિમાણોમાં સારું પ્રદર્શન કરી રહી છે. પરિપક્વ ટકાઉપણાનો અભિગમ દર્શાવતા તે સામાજિક રીતે જવાબદાર પ્રથાઓ અને અસરકારક શાસન દ્વારા સમર્થિત છે.  


NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ એન્ડ એનાલિટિક્સ લિમિટેડ અનુસાર AGEL ને 74 નો ઉલ્લેખનીય ESG સ્કોર મળ્યો છે. AGEL એ 76 ના સ્કોર સાથે ગવર્નન્સમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે કંપનીની મજબૂત પ્રથાઓ, સુવ્યવસ્થિત બોર્ડ માળખું અને નૈતિક આચરણ દર્શાવે છે. જોખમ વ્યવસ્થાપન પ્રત્યેનો તેનો પરિપક્વ અભિગમ AGEL ની પારદર્શિતા અને જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને પ્રકાશિત કરે છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ FY25 વાર્ષિક અહેવાલમાં ગવર્નન્સ અને ટકાઉપણા પ્રત્યે AGEL ના સમર્પણ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "અમારું ગવર્નન્સ વૈશ્વિક ધોરણોનું છે અને અમારા પાલન માળખા મજબૂત છે."કંપનીએ 73 નો ઉચ્ચ સામાજિક સ્કોર મેળવ્યો, જે કર્મચારીઓ માટે આરોગ્ય અને સલામતીના પગલાં, ગ્રાહક સલામતી અને સમુદાય કલ્યાણ પ્રત્યેનું ધ્યાન દર્શાવે છે. AGEL ના જવાબદાર સોર્સિંગ અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન મેનેજમેન્ટે સામાજિક રીતે જવાબદાર પ્રથાઓમાં અગ્રણી તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.NSE સસ્ટેનેબિલિટી રેટિંગ્સ અને એનાલિટિક્સ લિમિટેડ 2,000 થી વધુ ડેટા પોઈન્ટના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરે છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સંરેખિત પારદર્શક અને ભૌતિકતા-આધારિત પદ્ધતિ પ્રદાન કરે છે. AGEL નું પ્રદર્શન તેની વ્યૂહરચના, સંસ્કૃતિ અને ટકાઉ પ્રથાઓ પર કેન્દ્રિત મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

Reporter: admin

Related Post