દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન અપાવ્યું છે અને ૨૧ જુન ના દિવસે વિશ્વના લોકો યોગા ડે તરીકે ઉજવે છે.

ત્યારે શક્તિ ગ્રુપ ની મહિલા શક્તિ ગ્રુપ દ્વારા સૌરાષ્ટ્ર જૈન ભવન ખાતે આજે અવનવી ફેન્સી અને યુવતીઓ અને યુવાનો ને આકર્ષી શકે અને યોગા અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં મોટી સંખ્યામાં બહેનો એ ભાગ લઈ શારીરિક તંદુરસ્તી તથા માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગદર્શન મેળવ્યું હતું. આ માટે SRMD યોગ કેન્દ્ર ના યોગીની દેવિકાબેન તથા ટીમે વિવિધ પ્રકારના યોગા અવનવી રીતે જેમકે નૃત્ય યોગા, દાંડિયા વર્કઆઉટ, નમસ્કાર મહામંત્ર પર સૂર્યનમસ્કાર, પાર્ટનર યોગા દ્વારા યોગા નું નિર્દેશન આપ્યું હતું. સાથે સાથે લાઈવ સાઉન્ડ હિલિંગ મેડીટેશન દ્વારા અદ્ભૂત માનસિક શાંતિ નો અનુભવ કરાવ્યો હતો.

ત્યારબાદ શહેર ના જાણીતા ફિઝીયોથેરાપિસ્ટ અને ડાયેટીશીયન ડો. રિધ્ધિ જૈન દ્વારા ઘુંટણના દુખાવા, કમરના દુખાવા, સાઈટીકા તથા મેનોપોઝ ના પહેલાં અને પછી કરી શકાય તેવી એકસરસાઈઝ નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. રિધ્ધિ એ ૪૦ વર્ષ ની વય પછી રોજિંદા જીવનમાં સરળતાથી કરી શકાય તેવી એકસરસાઈઝ તથા ડાયેટ પ્લાન વિશે પણ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ માહિતીસભર અને આનંદદાયક રહ્યો હતો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શક્તિ ગ્રુપના રૂપલ મહેતા, ડો. કિંજલ શાહ, રક્ષા ગાંધી,રૂપાલી શાહ,જેતલ ગોંડલીયા સહિત ના સર્વ કમિટી મેમ્બર્સે ખૂબ જહેમત ઉઠાવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.




Reporter: admin







