રાત્રિના સમયે પોરબંદરમાં પડેલા મુછડાધાર વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે દિવસ દરમિયાન આઠ ઇંચ કેટલો વરસાદ ખાબકે બાદ રાત્રિના સમયે પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો
જેમના કારણે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે રાત્રિના 11:00 વાગે થી શહેરાત વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબોચ્યો હતો અને સવાર સુધીમાં 24 કલાકમાં ટોટલ 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાનો સામે આવ્યો છે. ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાયા હતા તેમજ નિશાળમાંના વિસ્તારોમાં લોકો ફસાતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.પોરબંદર શહેરના એમ.જી.રોડ, એસવીપી રોડ, બિરલા રોડ, છાયા ચોકી રોડ, રાણીબાગ સહિતના મુખ્ય માર્ગો પર ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા,વીજ ગર્જના અને ભારે પવન સાથે મેઘરાજાએ પોરબંદર શહેરમાં વરસાદી તાંડવ કર્યું હતું પોરબંદર શહેરમાં 20 થી 30 વૃક્ષો ધરાશાઇ થયા,શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ આજે પોરબંદર શહેરમાં કુલ 17 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આજે પોરબંદરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી, શિક્ષકોને શાળાએ જવાનું જણાવ્યું તો બીજી બાજુ ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ રેલવે ટ્રેક પર ધોવાયા હતા તો બીજી બાજુ રેલવે સ્ટેશન પર પાણી ભરાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. રેલવે ટ્રેક ધોવાતા છ જેટલી પોરબંદર જતી ટ્રેનોને રદ કરવામાં આવી હતી
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ક્યાં કેટલો વરસાદ
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં 17 ઇંચ વરસાદ
દ્વારકા ના કલ્યાણપુરમાં સાડા દસ ઇંચ વરસાદ
પોરબંદરના રાણાવાવમાં સાડા નવ ઇંચ વરસાદ ખાબકયો
ગીર સોમનાથના વેરાવળમાં પણ આઠ ઈંચ વરસાદ
જૂનાગઢના કેશોદ અને વંથલીમાં પણ સાત સાત ઇંચ વરસાદ
જુનાગઢ ના સુત્રાપાડા અને માણાવદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ
કુતિયાણા અને જામજોધપુરમાં પણ પડ્યો પાંચ- પાંચ ઇંચ વરસાદ
Reporter: