ગત મોડી રાત્રે શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પરિવાર ચાર રસ્તા નજીક ગિરિધર એવન્યુમાં રહેતા ન્યુ ગીનીનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત યુવક શહેરની નજીક આવેલ પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે આ યુવક ચાર રસ્તા પાસે આવેલ ગિરિધર એવેન્યુમાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
ગત મોડી રાત્રે પોલીસને ઘટના અંગે જાણ થઈ હતી કે ગિરિધર એવન્યુમાં રહેતો પાપુઆ ન્યુ ગિનીનો યુવક લોહીલુહાણ હાલતમાં પડ્યો છે અને તેની પાસે લોહીથી ખરડાયેલું ચપ્પુ પણ પડ્યું છે. પોલીસને માહિતી મળતા જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.બનાવ સ્થળે પહોંચ્યા બાદ પોલીસે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પાપુઆ ન્યુ ગિનિનો વતની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસમાં કરતો હતો. વિદેશી વિદ્યાર્થી પર થયેલા હીંચકારી હુમલાની ગંભીરતા જોઈને પોલીસના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર બનવા અંગે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે આ ઇજાગ્રસ્ત યુવક અહીં સ્ટુડન્ટ વિઝા પર રહે છે. અહીં કોમ્પ્લેક્ષમાં રહેતા અન્ય રહીશોએ આ ઘટનામાં સંડોવાયેલા બે યુવકોને જતા જોયા છે. પહેલી નજરે બે થી ત્રણ જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાની માહિતી સામે આવી છે. અમે હાલ તો બનાવ સ્થળેથી ભાગી ગયેલ બે યુવકોની શોધખોળ કરી રહ્યા છીએ. આ બનાવમાં બીજા બે યુવકોને ઇજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી છે. વિદેશી યુવક સાથે ભાષાકીય સમસ્યા સર્જાતા પોલીસે દુભાસિયોની પણ મદદ લીધી હતી.
પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે અનેક વાર ઘર્ષણના બનાવો બન્યા છે.શહેરના છેવાડે આવેલ પારુલ યુનિવર્સિટી અનેક વાર અલગ અલગ વિભાગોમાં આવી છે ખાસ કરીને આ યુનિવર્સિટીની સાથે વિદેશની યુનિવર્સિટીઓ સાથે એજ્યુકેશન એગ્રીમેન્ટ કરેલા હોવાથી અનેક વિધાર્થીઓ પારૂલ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ માટે આવતાં હોય છે. આ વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની આસપાસ આવેલી સોસાયટીઓમાં ભાડા કરાર કર્યા વિના ઊંચું ભાડું આપીને મકાનો ભાડે લઈને તેમાં રહેતા હોય છે અને રહેણાંક વિસ્તારમાં પણ આ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર મારા મારી અને હિંસાત્મક ઝઘડાઓની ઘટનાઓ બહાર આવી છે. પારુલ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓની હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે કોઈપણ પ્રકારનું આયોજન કે કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે આ વિદેશી વિદ્યાર્થીઓની હિંમતમાં વધારો થયેલો જોવા મળે છે થોડા સમય પહેલા યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ ભારતના અને વિદેશના એમ બે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જે અંગે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી.
Reporter: