સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલ ધામમાં તા.૨૧મી જુલાઇને રવિવારના રોજ લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ખૂબજ ભવ્યાતિભવ્ય રીતે મંદિરના સભામંડપમાં ઉજવાશે.
આ પ્રસંગે વડતાલતાબાના મંદિરોના કોઠારીઓ, મહંતો-સંતો તથા સત્સંગ સમાજના ભક્તો દ્વારા સંપ્રદાયના ગુરૂ સમાન પ.પૂ.ધ.ધુ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ગુરૂવંદના કરી ગુરૂ પૂર્ણિમા મહોત્સવ સાથે સત્સં સત્ર-૮નું આયોજન કરવામાં આવેલ છે. ગુરૂપૂર્ણિમાના શુભદિને સવારે ૭-૦૦ થી ૧૧-૦૦ કલાકે દરમ્યાન સ.ગુ.નીલકંઠચરણદાસજી સ્વામી (ગાદીસ્થાન જેતપુર) ગુરૂ મહિમાની કથા શ્રવણનો લાભ આપશે. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું કે અંધકારમાંથી ઓજસ તરફ લઇ જાય તે ગુરૂ, પરમાત્મા સાથે મિલન કરાવે છે પ્રભુ પ્રાપ્તીની કોઇ સાચી દિશા બતાવે તે ગુરૂ સનાતન સંસ્કૃતિમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ગુરૂના પૂજન માટે ઋણસ્વીકાર માટે અષાઢસુદ પુનમ, ગુરૂપૂર્ણીમાએ આપણે સહુએ પરમાત્મા સ્વરૂપ ગુરૂનું પૂજન અર્ચન કરી ગુરૂના ઋણમાંથી મુક્ત થઇએ સંત કબીરે કહયું કે ગુરૂ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરૂદેવકી જીનો ગોવિંદ દિયો બતાય અજ્ઞાન દૂર કરી જ્ઞાનની શીખ આપે તે ગુરૂ..ગુરૂનું પૂજન કરવામાં આવે છે.
ગુરૂપૂર્ણિમાના દિવસે વડતાલ મંદિરમાં સવારે ૭-૦૦ વાગે શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કરશે. ત્યારબાદ આચાર્ય મહારાજ સર્વ સંતો સાથે સભામંડપમાં પધારશે. સ.ગુ.નીલકંઠચરણદાસજી સ્વામી ગુરૂ મહિમાની કથાનું સુમધુર શૈલીમાં રસપાન કરાવશે. કથા બાદ વડતાલ ટેમ્પલ બોર્ડ ગઢડા ટેમ્પલ બોર્ડ તથા જુનાગઢ ટેમ્પલબોર્ડ દ્વારા આચાર્ય મહારાજનું પૂજન કરાશે. ત્યારબાદ સંપ્રદાયના વડીલ સંતો મહારાજનું પૂજન કરશે. અને ઉપસ્થિત હરિભક્તો મહારાજની ગુરૂવંદના કરશે. ત્યારબાદ આચાર્ય મહારાજ ઉપસ્થિત સત્સંગીઓને ગુરૂપૂર્ણિમાના રૂડા આર્શીવાદ પાઠવશે. તો સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ભક્તોને ગુરૂવંદના અને કથા શ્રવણનો લાભ લેવા ચેરમેન દેવપ્રકાશસ્વામીએ ભાવભીનું આમંત્ર્ણ પાઠવેલ છે.
Reporter: admin