News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર: રાત્રે સુતા પહેલા પગના તળિયા પર આ વસ્તુ લગાવી કરો માલીશ, ઊંઘ સારી આવશે અને બીમારીઓ દૂર થશે.

2024-07-19 10:30:09
આયુર્વેદિક ઉપચાર: રાત્રે સુતા પહેલા પગના તળિયા પર આ વસ્તુ લગાવી કરો માલીશ, ઊંઘ સારી આવશે અને બીમારીઓ દૂર થશે.


જો તમને પણ રાત્રે મોડે સુધી નિંદર નથી આવતી તો તમારે રાત્રે સૂતા પહેલા પગના તળિયાની ઘી થી માલીશ કરવી જોઈએ. ઘી લગાવાથી તમને રાત્રે સારી ઊંઘ આવે છે અને સાથે તમને પાચનમાં પણ મદદ મળે છે, રાત્રે સૂતા પહેલા પગના તળિયા પર ઘી થી મસાજ કરવાથી તમને સારી ઊંઘ આવવાની સાથે સાંધાના દુઃખાવામાં પણ આરામ મળે છે. 


કેવી રીતે કરવી જોઈએ પગના તળિયાની માલીશ? પહેલા તો ઘી ને થોડું નવશેકું ગરમ કરી લો, જો ઘીને ગરમ કર્યા વગર લગાવવા માગતા હોય તોપણ  કોઈ સમસ્યા નથી. તેને એમ જ લગાવી શકાય છે. સૂતા પહેલા દરરોજ થોડું ઘી પોતાની હથેળીમાં લો અને ધીમે ધીમે પોતાના પગના તળિયાની માલીશ કરો. અને ત્યાં સુધી માલીશ કરો જ્યાં સુધી તમને અંદરથી ગરમાહટનો અનુભવ ન થાય.પગના તળિયે માલીશ કરવાથી સાંધાના દુખાવામાં ખુબ જ આરામ મળે છે. આ સિવાય જે લોકોને રાત્રે નિંદરમાં નસકોરા બોલતા હોય, રાત્રે નિંદર અચાનક ઉડી જાય છે તો તેમણે આ ઉપાય જરૂર અજમાવવો જોઈએ.


પગના તળિયામાં ઘી ની માલીશ કરવાથી વાત્ત દોષ ઓછો થાય છે અને તેનાથી બ્લોટિંગની સમસ્યા પણ નથી થતી. તણાવ અને ડાયજેશન જેવી ઘણી વસ્તુઓનો સીધો સંબંધ નિંદર સાથે જોડાયેલ છે.આપણા પગના તળિયા પર ઘણી નસો જોડાયેલી હોય છે. તળિયાની માલીશ કરવાથી નસ મજબુત થાય છે અને તેનાથી એસીડીટી જેવી સમસ્યાઓ ઓછી થાય છે. તેમજ સારી નિંદરથી તણાવની સમસ્યા પણ ઓછી થઈઘી લગાવવાથી પેટની સમસ્યાઓ, સ્કિન ની સમસ્યાઓ દૂર થાય છે.

Reporter: admin

Related Post