વોશિંગ્ટન : દેશભરમાં દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જ્યારે ગુજરાતીઓ આજે બેસતું વર્ષ ઉજવી રહ્યા છે.
એવામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી છે. અમેરિકામાં વસતાં ભારતીયોને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે મારા તરફથી ભારતીયોને દિવાળીની શુભકામનાઓ, મારી પીએમ મોદી સાથે ટેલિફોન પર શાનદાર વાતચીત થઈ. અમે વેપાર સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરી.
દિવાળીની ઉજવણીમાં પણ ભારત-પાકિસ્તાન યુદ્ધને યાદ કરતાં ટ્રમ્પે કહ્યું, કે થોડા સમય અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય તે મુદ્દે વાત કરી હતી. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ યુદ્ધ નથી, જે સારી બાબત છે.
Reporter: admin







