દિવાળીના તહેવારમાં કડકડતી નોટ માટે કાળાબજારીના કારોબારના ખેલનો પર્દાફાશ થયો.

બજારમાં 10 અને 20 રૂપિયાની ચલણી નોટો માટે બરાબરની હોડ જામી છે. તેવામાં લોકો બેંકોમાં જાય તો નવી નોટ મળતી નથી જેનો ફાયદો કાળાબજારીયા ઉઠાવે છે. કાળાબજારીની દુકાનો ખોલીને બેઠેલા એજન્ટો રૂપિયા આપો એટલે બંડલ આપે છે. 10 રૂપિયાની કડકડતી નોટ એક હજાર રૂપિયાના 450 વધારે જેથી જો તમે 10 રૂપિયાની નોટનું બંડલ લેવું હોય તો પડાવાય છે
1500 રૂપિયા પડાવે છે. તો 20વાળું નવું બંડલ જોઈએ તો કાળા બજારિયા વધારાના 700 રૂપિયા પડાવે છે. જેથી 20 રૂપિયાનું બંડલ તમને 2500થી 2700માં પડશે. 50ના બંડલ માટે 300 રૂપિયા વધારે પડાવાય છે. એજન્ટોના કાળા ખેલનો પર્દાફાશ કર્યો. વીડિયોમાં એજન્ટો ગ્રાહકો પાસેથી વધારે રૂપિયા પડાવતાં દેખાયા. ઈન્કમ ટેક્સ પાસેની RBI બેંક નજીક એજન્ટો પાસે લાખો રૂપિયાન નવા બંડલો જોવા મળતાં સવાલો ઉઠ્યા છે.
Reporter: admin







