News Portal...

Breaking News :

ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતા અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત

2025-11-22 09:52:38
ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતા અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત


વડોદરા: હાઇવે ગોલ્ડન ચોકડી પહેલા સર્વિસ રોડ પર આગળ ઊભેલી ટ્રકમાં પાછળથી બીજી ટ્રક ઘુસી જતા અકસ્માત થયો હતો. જેમાં ટ્રકના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું.



કારેલીબાગ સત્યમ સોસાયટીમાં રહેતા વિરલભાઇ સુધીરભાઇ સુરતી વિરલ ટ્રાન્સપોર્ટના નામે વેપાર કરે છે. તેમની ટ્રક પર ડ્રાઇવર તરીકે દિનેશકુમાર છેલાભાઇ રાઠવા (રહે. મહુડી ફળિયા, નવા કુવા કઠોલા, હાલોલ, પંચમહાલ) છેલ્લા  પાંચ વર્ષથી નોકરી કરતો હતો. 


આજે સવારે દિનેશકુમાર ટ્રક લઇને ગોલ્ડન ચોકડી નજીકથી જઇ રહ્યો હતો. તે દરમિયાન આગળ ઊભેલી ટ્રકમાં તે પાછળથી અથડાતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post