અમદાવાદ : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા ગત 9 નવેમ્બરના રોજ ત્રણ શંકાસ્પદ ISIS સાથે જોડાયેલા આતંકીઓની ધરપકડ કરી હતી.

ત્યારે હવે આતંકીઓની તપાસ દરમિયાન કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેમાં ISISનો ઝંડો, એન્ક્રિપ્ટેડ ડિજિટલ કોમ્યુનિકેશન મેન્યુઅલ અને ગુપ્ત હિલચાલના CCTV ફૂટેજ સહિત ગુનાહિત પુરાવાઓ મળી આવ્યા હતા. આતંકી ડો. અહેમદને ભારતમાં ખૂબ મોટી ઘટનાને અંજામ આપવાનું ષડયંત્ર રચ્યું હતું. માત્ર એટલું જ નહીં, હરિદ્વારનાં મંદિરોમાં રેકી પણ કરી હતી. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તારણો પશ્ચિમ ભારતમાં તેની હાજરી ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહેલા "સંગઠિત, ગુપ્ત મોડ્યુલ" સૂચવે છે.
ધરપકડ બાદ ATS ટીમોએ આરોપી મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાનના રહેણાંકની તપાસ કરી હતી. જ્યાં કાળો ISISનો ઝંડો, અનેક મોબાઇલ ઉપકરણો, હાર્ડ ડ્રાઇવ અને મેમરી કાર્ડ મળી આવ્યા. આ સામગ્રીઓ મળવી ATSને મોટી સફળતા મળી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સુહેલ વિદેશી હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો કે રાજ્યમાં કટ્ટરપંથી સામગ્રી ફેલાવી રહ્યો હતો, તે અંગે એજન્સી તપાસ કરી રહી છે.
Reporter: admin







