રાજકોટ : ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ આ ચાર અધિકારીઓને એસીબીએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે ચારેય અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટના અગ્નિકાંડમાં SITની તપાસ બાદ પ્રાથમિક રીપોર્ટ સોંપવામાં આવ્યો હતો, જેના બાદ પોલીસે ચાર અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં ટીપીઓ એમ.ડી.સાગઠીયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.
આજે એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા રાજકોટના ફાયર ઓફિસરના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં કુલ 5 સ્થળોએ ACB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો વધુમાં માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ ACB ત્રાટકી શકે છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ઘરે ACB ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સાથે સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને તપાસ કરી હતી.
જાણવા મળી રહ્યું છે કે રાજકોટ ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ખોડીયાર નગર ખાતે આવેલા રહેણાંક મકાનમાં ACB દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો, ACB દ્વારા જીણવટ ભરી તપાસ કર્યા બાદ ACB ની ટીમ રવાના થઈ ગઈ હતી. તો બીજી બાજુ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટ - રાજકોટ TRP ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડનો મામલે TPO એમ.ડી.સાગઠિયાની ક્રાઈમ બ્રાન્ચે કરી છે અટકાયત કરવામાં આવી છે.30 કલાક થી એમ.ડી. સાગઠિયાની પૂછપરછ ચાલી રહી હતી.યુનિવર્સિટી રોડ પર આવેલી અનામિકા સોસાયટીમાં સાગઠિયા બંગલો બનાવી રહ્યા છે.અંદાજીત 7 થી 8 કરોડનો બંગલો બનાવી રહ્યા છે એમ.ડી. સાગઠિયાનો 75000 પગાર છે. એસીબી દ્વારા અધિકારીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: News Plus