રાજકોટ : ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મળેલ SITની બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ અગ્નિકાંડ મામલે હવે IAS અને IPS અધિકારીઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ આ કેસમાં એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવશે.
આજે એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા રાજકોટના ફાયર ઓફિસરના ઘરે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં કુલ 5 સ્થળોએ ACB દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો વધુમાં માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ ACB ત્રાટકી શકે છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ઘરે ACB ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તો સાથે સાથે, મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને તપાસ કરી હતી.
જાણવા મળી રહ્યું છે કે રાજકોટ ફાયર ઓફિસર બી.જે. ઠેબાના ખોડીયાર નગર ખાતે આવેલા રહેણાંક મકાનમાં ACB દ્વારા તપાસ કરવામાં આવી હતી. તો, ACB દ્વારા જીણવટ ભરી તપાસ કર્યા બાદ ACB ની ટીમ રવાના થઈ ગઈ હતી. તો બીજી બાજુ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાના ઘરે પણ ACBએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.રાજકોટના ટાઉન પ્લાનર, રાજકોટના ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સહિત 4 અધિકારીઓના ત્યાં દરોડા 3 વર્ગ 1 અને 1 વર્ગ 2ના અધિકારી છે.
Reporter: News Plus